Tuesday, December 24, 2024
Homeરાજ્ય9 ડિસેમ્બરની જામનગર-તિરૂનેલવેલી એક્સપ્રેસ ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

9 ડિસેમ્બરની જામનગર-તિરૂનેલવેલી એક્સપ્રેસ ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

- Advertisement -

દક્ષિણ રેલવેમાં આવેલા કોચુવેલી યાર્ડમાં રિમોડલિંગની કામગીરી માટે બ્લોક લેવાને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી જામનગર-તિરૂનેલવેલી એક્સપ્રેસને અસર થશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ, 9 ડિસેમ્બર, 2022ના રોજ જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા પલ્લકડ-પોલ્લાચી-ડિંડીગુલ-મદુરાઈ થઈને દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં થ્રિસુર, અલુવા, એર્નાકુલમ, અલાપ્પુઝા, કયામકુલમ, કોલ્લમ, તિરુવનંતપુરમ સેન્ટ્રલ, પરસાલા, નાગરકોઇલ ટાઉન અને વલ્લીયુર સ્ટેશનનો સમાવેશ થાય છે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો ૂૂૂ.યક્ષિીશિુ. શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ ની મુલાકાત લઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular