View this post on Instagram
જામનગરના પુનીતનગર વિસ્તારમાં સર્વશકિત કુમારીકા ગરબી મંડળ દ્વારા વર્ષોથી નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. અહિં બાળાઓ પ્રાચીન રાસ રમી માતાજીની આરાધના કરે છે. તલવાર રાસ, ગોવાળિયાના રાસ આ ગરબીનું આકર્ષણ છે જેને નિહાળવા વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.


