નેગોશિયેબલના કેસમાં છ માસની સજા થયેલ હોય અને આરોપી છેલ્લાં સાડા ત્રણ વર્ષથી ફરાર હોય દરમિયાન જામનગર એસઓજીએ આરોપીને જામનગર સુભાષમાર્કેટ પાસેથી ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, કોર્ટ દ્વારા નેગોશિયેબલના કેસમાં આરોપી ઈરફાન અબ્દુલ લખાનાને છ માસની સજાનો હુકમ કર્યો હતો. આરોપી છેલ્લાં સાડા ત્રણ વર્ષથી નાસતો ફરતો હોય આ દરમિયાન હાલમાં સુભાષમાર્કેટ બેસ્ટ આલુ ભંડારની દુકાન સામે હોવાની એસઓજીના રમેશભાઈ ચાવડા, અરજણભાઈ કોડીયાતર, મયુરભાઈ સૈયદને બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજીના પીઆઈ બી.એન. ચૌધરી તથા પીએસઆઈ જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા સુભાષમાર્કેટ પાસેથી ઈરફાન અબ્દુલ લખાના નામના શખ્સને ઝડપી લીધો હતો અને વધુ કાર્યવાહી માટે સીટી એ પોલીસને સોંપી આપ્યો હતો.