ઢીચડા ગામમાં જૈન દેરાસર પાસે હેમત કાનજી રાજ્યગુરૂ નામનો શખ્સ મેડીકલ ડોકટરને લગતી ડિગ્રી ધરાવતો ન હોવા છતાં દવાખાનું ખોલી દર્દીઓને તપાસતો હોવાની એસઓજીના હેકો રાજેશભાઈ મકવાણા, શોભરાજસિંહ જાડેજા તથા રવિભાઈ બુજડને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરી અને પીએસઆઈ જે.ડી.પરમાર તથા પી.જી.પનારાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફે રેઈડ દરમિયાન હેમત કાનજી રાજ્યગુરૂને રૂા.3273 ની કિંમતના સ્ટેેટોસ્કોપ, બીપી માપવાના મશીન, ઈન્જેકશન તથા અલગ અલગ કંપનીઓની દવા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ ગુજરાત મેડીકલ પ્રેકિટસનર્સ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.