ખેડા જિલ્લાના માતર પોલીસ સ્ટેશનના અપહરણના કેસના નાસતા ફરતા આરોપીને જામનગર એસઓજીએ જામનગરના નવા મોખાણા ગામમાંથી ભોગ બનનાર સગીરા સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે માતર પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો.
આ અંગેની વિગત મુજબ, ખેડા જિલ્લાના માતર પોલીસ સ્ટેશનના નોંધાયેલ અપહરણના કેસનો આરોપી શૈલેષ નાના ડામોર નાસતો ફરતો હોય અને હાલ જામનગર જિલ્લાના નવા મોખાણા ગામની એકલીયાધાર સીમમાં આવેલ સતિષ ભના બોરીચાની વાડીમાં હોવાની જામનગર એસઓજીના પીએસઆઇ જે ડી પરમારને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજીના પીઆઈ બી.એન. ચૌધરી તથા પીએસઆઈ જે ડી પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન શેૈલેષ નાના ડામોરને ભોગ બનનાર સગીરા સાથે ઝડપી લીધો હતો.