ધ્રાગડા ગામની સીમમાં લાયસન્સ વાળું હથિયાર કાઢી ફાયરીંગ કરી સીનસપાટા કરતો વીડિયો બનાવનાર એક શખ્સને જામનગર એસઓજી પોલીસે ઝડપી લઇ રૂપિયા પાંચ હજારની કિંમતનું લાયસન્સ વાળું હથિયાર કબજે કરી આર્મ્સ એકટ હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ આકીબ સફિયા દ્વારા પોતાના ફેસબુક એકાઉન્ટમાં ફેસબુક સ્ટોરીમાં એક વિડીયો અપલોડ કર્યો હતો. જેમાં એક શખ્સ જાહેરમાં પોતાના હાથમાં બંદૂક લઇ ફાયરીંગ કરતો હતો. આ અંગેની ખરાઇ કરતાં આરોપી સોહિલ ઓસમાણ રાઉમાએ તેના કુુટુંબી ભાઇ આકીબ સફિયાની ધ્રાંગડા ગામે આવેલ વાડીએ જઇ ત્યાં તેમની પરવારના વાળી બંદૂકથી જાહેરમાં ફાયરીંગ કરતો હોય તેવો વિડીયો બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરી સમાજમાં ભય ફેલાવી પોતાની ધાક જમાવવા માટે સીનસપાટા કર્યા હોવાનું ખુલતાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી એસઓજીના પીઆઇ બીએન ચૌધરી તથા પીએસઆઇ જયદીપ પરમાર આર.એચ. બાર સહિતના સ્ટાફ દ્વારા સોહિલ ઓસમાણ રાઉમા નામના શખ્સને ઝડપી લઇ રૂપિયા પાંચ હજારની કિંમતનું લાયસન્સ વાળું બારબોર હથિયાર કબજે કરી પંચ એ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ હેઠળ ગુનો દાખલ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી.