Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરપતિના ત્રાસથી ઘર છોડી ગયેલ મહિલાનુ પરિવાર સાથે પુન:મિલન કરાવતું જામનગર સખી...

પતિના ત્રાસથી ઘર છોડી ગયેલ મહિલાનુ પરિવાર સાથે પુન:મિલન કરાવતું જામનગર સખી વન સ્ટોપ સેન્ટર

- Advertisement -

મધ્યપ્રદેશથી જામનગર ખાતે કામ કરવા આવેલા એક કામદાર બહેન જાગૃત નાગરિકના માધ્યમથી તેમની રીક્ષામાં રાત્રીના સમયે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આવ્યા હતાં. જે ખુબ જ ગભરાયેલ હતા અને વાતચીત દરમિયાન યોગ્ય પ્રતિસાદ આપતા ન હતા જેથી સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન દ્વારા બહેને માનસિક શાંત્વના અને હુંફ આપી બહેનનું કાઉન્સેલિંગ કરતા બહેનને પોતાનું નામ અને રહેણાકનું સરનામું જણાવ્યું હતું. આ બહેન મધ્યપ્રદેશના વતની હોય અને હાલ જામનગરમાં તેના પતિ સાથે બાંધકામનો મજુરી વ્યવસાય કરવા માટે આવેલ અને તેમને સંતાનમાં એક બાળક છે. જે હાલ પતિ પાસે છે તેવું જણાવ્યું હતું. બહેનના પતિ દારૂના વ્યસની હોય અને તેઓએ દારૂ પીને બહેનને મારકૂટ કરેલ તેથી બહેન ઘરેથી નીકળી ગયા હતાં. ત્યારબાદ જામનગર સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક દ્વારા જામનગર પંચકોષી બી-પોલીસ સ્ટેશન, દરેડ પોલીસ સ્ટેશન વગેરેનો સંપર્ક કર્યો અને બહેનના પતિને શોધવા જણાવ્યું હતું. તેમજ પતિનો સંપર્ક કરવામાં સરળતા રહે તે માટે સોશ્યલ મીડિયાના માધ્યમનો પણ ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ મહિલાના પતિ મળી આવેલ અને જેઓને સખી વન સ્ટોપ સેન્ટર પર બોલાવવામાં આવ્યા હતાં. અને તેના કોન્ટ્રાક્ટરની હાજરીમાં બંને પતિ-પત્ની વચ્ચે ચર્ચા કરી બહેનના પતિને દારૂનું વ્યસન ન કરવા અને બહેન સાથે મારકૂટ ન કરવા સમજાવવામાં આવ્યા હતાં. બન્ને પતિ-પત્નીએ પોતાના બાળકના ભવિષ્ય વિશે વિચાર કરવો જોઈએ. કોઈપણ સમયે કઈ પણ થાય તો તમારે ત્યાંના સુપરવાઈઝરને જાણ કરવી અને ત્યારબાદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. આમ સેન્ટરના યોગ્ય કાઉન્સેલિંગથી બંને પતિ-પત્ની વચ્ચે સમાધાન થયું હતું. બહેન તેના પતિ અને બાળક સાથે રાજીખુશીથી સેન્ટર પરથી ગયા હતાં અને બહેન અને તેના પતિએ જામનગર સખી વન સ્ટોપ સેન્ટરનો આભાર વ્યકત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular