જામનગરના રાજાશાહી સમયના રણમલ (લાખોટા) તળાવનું કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન થયું. જોગીંગ ટે્રક, લેઝર શો જેવી કેટલીક સુવિધાઓ પ્રજાને ચાર્જેબલ સ્વરૂપે મળી પરંતુ આ સંપૂર્ણ બ્યુટિફિકેશન તળાવની જુની પાળ પર જ કરવામાં આવેલ છે. જેના પરિણામે કાચા પાળા જેવી પાળ પર લોડ વધ્યો છે. પરિણામે પાબારી હોલ થી કમલા નહેરૂ પાર્ક સામેની પાળ દિવસે દિવસે જમીનમાં ઉતરી રહી છે. આ અગાઉ પણ અહીં પાળ તળાવમાં ધસી જવાનો બનાવ બનેલ જ છે. તાજેતરમાં લેસર શો નો મહાકાય ડોમ એકાએક જડમુળથી ઉખડીને ફંગોળાઈ જતાં કરોડોનું નુકસાન થયું છે. પરંતુ જો આ પાડીને તાત્કાલિક રિપેર કે નહવી બનાવવામાં નહીં આવે તો અહીં મોટી હોનારત કે ઘટના આકાર લે તેવી ભિતી છે અને જેના કારણે વોકીંગ કે ફરવા આવતા લોકોની જાનહાની પણ સર્જાય શકે છે.