31 ડિસેમ્બરના ઉજવણી પ્રસંગને ધ્યાનમાં રાખીને જામનગર પોલીસ દ્વારા શહેરભરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાંજ પડતાં જ શહેરના વિવિધ વિસ્તારો તથા મુખ્ય ચાર રસ્તાઓ પર પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
શહેરના મહત્વપૂર્ણ માર્ગો પર ચેકપોસ્ટ ઉભા કરી વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. નશો કરીને વાહન ચલાવતા ડ્રાઇવરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા રાત્રિ દરમ્યાન પણ પેટ્રોલિંગ અને ચેકિંગની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે જેથી શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકો સુરક્ષિત રીતે નવા વર્ષનું સ્વાગત કરી શકે
View this post on Instagram


