જામનગર શહેરમાં નવા સ્મશાન પાસે અંડરબ્રીજની બાજુમાંથી જામનગર સીટી-બી ડિવિઝન સર્વેલન્સ સ્કોર્ડ દ્વારા રૂા.90 હજારની કિંમતની 180 નંગ ઇંગ્લીશ દારૂની બોટલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર સીટી-બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફના હેકો.ક્રિપાલસિંહ સોઢા તથા કોન્સ.શિવભદ્રસિંહ જાડેજા અને દેવેજભાઇ ત્રિવેદીને મળેલ બાતમીને આધારે જામનગર નવા સ્મશાન પાસે અંડરબ્રીજની બાજુમાં રેઇડ કરતાં દુષ્યતસિંહ ઉર્ફે દુસલો પૃથ્વીરાજસિંહ ઝાલા, હિતરાજસિંહ ઉર્ફે વેલ્ડિંગ વિક્રમસિંહ વાળા તથા કિશન રમેશભાઇ પાનસુરિયાને રૂા.90 હજારની કિંમતની 180 નંગ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ તથા 9000ની કિંમતના ત્રણ નંગ મોબાઇલ મળી કુલ રૂા.99 હજારની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતાં. આ શખ્સોની પુછપરછ હાથ ધરતાં આ દારૂ ગાંધીધામના લાલાભાઇ ભીલએ સપ્લાય કર્યો હોવાની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસ દ્વારા લાલાભાઇની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ કામગીરી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નીતેશ પાંડેયની સુચના અને પીઆઇ કે.જે.ભોયેના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોર્ડના પીએસઆઇ વાય.બી.રાણા, હેકો. રવિરાજસિંહ જાડેજા, રાજેશભાઇ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા, કોન્સ.શિવભદ્રસિંહ જાડેજા, દેવેનભાઇ ત્રિવેદી, યુવરાજસિંહ જાડેજા, હરદિપભાઇ બારડ, કિશોરભાઇ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.


