ગોંડલ સંપ્રદાયના જોસ ઝવેર પરિવારના સૌરાષ્ટ્રના સિંહણના નામે જાણીતા પ.પૂ. ઇન્દુબાઇ મ.સ.ની 71મી તથા તેમના પ.પૂ. સ્વર કોકિલકંઠી પ.પૂ. સોનલબાઇ સ્વામીની 41મી દિક્ષા જયંતિ પ્રસંગે નવકારશી, જીવદયા, માનવ રાહત તેમજ જાપનું નાલંદા ઉપાશ્રયમાં આયોજન કરાયું હતું. જેમાં નાલંદા પ્રમુખ અશોકભાઇ દોશી, નિલેશભાઇ, ભૂપેન્દ્રભાઇ, સી.એમ. શેઠ, મનોજભાઇ ડેલીવાલા, દિપકભાઇ પટેલ, રાકેશ ડેલીવાલા, સુશિલભાઇ ગોડા સાથે સમસ્ત જૈન સમાજના જોઇન્ટ સેક્રેટરી અજયભાઇ શેઠ દ્વારા ચાંદીબજાર સંઘ અને કે.ડી. શેઠ ઉપાશ્રય વતી શુભેચ્છા આપી આશિર્વાદ મેળવ્યા હતાં. જામનગરના પૂર્વ મેયર લીલાધર પટેલના બહેન પ.પૂ. ઇન્દુબાઇસ્વામી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.