જામનગર ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા સંસ્થાના સદસ્યો તેમ જ શહેરીજનો માટે ડીકેવી સર્કલ ખાતે મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે મૌન પાડી અને કેન્ડલમાર્ચનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ દીપકભાઈ લાખાણી, મંત્રી હારિતભાઈ જોશી, સહમંત્રી હર્ષિતભાઈ પોપટ તેમજ પૂર્વ પ્રમુખ જગતભાઈ રાવલ, જયેશભાઈ નાખવા અને કારોબારી સદસ્ય વિશાલ મેહતા, શહેરના ફોટોગ્રાફરો તેમજ શહેરીજનો જોડાયા હતા, અને મહામૃત્યુંજય જાપ, ગાયત્રી મંત્ર નું પઠણ કરી મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી