જામનગર સિટી સી ડીવીઝનમાં નોંધાયેલ દારૂના કેસમાં છેલ્લાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડે જામનગરના અંધાશ્રમ આવાસ નજીકથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરની સીટી સી ડીવીઝનમાં નોંધાયેલ દારૂના કેસનો આરોપી અંકિત મુકેશ બારોટ નામનો શખ્સ છેલ્લાં દોઢ વર્ષથી નાસતો ફરતો હોય આ દરમિયાન આરોપી પોતાના રહેણાંક આવાસ કોલોનીમાં હોવાની પેરોલ ફર્લો સ્કવોર્ડના કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ અને રણજીતસિંહ પરમારને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના ઈન્ચાર્જ પીઆઇ બી.એન. ચૌધરીના માર્ગદર્શન મુજબ, પેરોલ ફલો સ્કવોર્ડના પીએસઆઇ એલ.જે.મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદગીરી ગોસાઈ, એલસીબીના નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન અંધાશ્રમ આવાસમાં આવેલ ત્ર્યમ્બક મહાદેવ મંદિર પાસે ચોકમાંથી અંકિત મુકેશ બારોટ નામના શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે સિટી સી પોલીસને સોંપી આપ્યો હતો.