ખંભાળિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના કેસમાં નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડે ગોરધનપરના પાટીયા પાસેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનના આસીફ કાસમ કાટેલિયા નામના શખ્સ વિરૂધ્ધ દારૂનો કેસ નોંધાયો હતો. આરોપી નાસતો ફરતો હોય આ દરમિયાન પેરોલ ફર્લો સ્કવોર્ડના ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા તથા કરણસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના અને એલસીબીના પીઆઈ જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ, પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એલ. જે. મિયાત્રા તથા એએસઆઈ ગોવિંદભાઈ ચૌહાણ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર, તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદભાઈ ગોસાઈ, એલસીબીના નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા જામનગર પાસે આવેલ ગોરધનપરના પાટીયા પાસેથી આસીફ કાસમ કાટેલિયાને ઝડપી લીધો હતો.