Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકા દ્વારા વેરો ભરપાઈ ન કરનાર આસામીઓની મિલકતને સીલ કરાઈ

જામનગર મહાનગરપાલિકા દ્વારા વેરો ભરપાઈ ન કરનાર આસામીઓની મિલકતને સીલ કરાઈ

જામનગર મહાનગરપાલિકા દ્વારા વેરો ભરપાઈ ન કરનાર આસામીઓ ની મિલકતને સીલ કરવાની કામગીરી કડક રીતે હાથ ધરવામાં આવી હતી. કુલ 13 મિલકત ધારકોની જપ્તીની કામગીરી પ્રથમ હાફ માં કરવામાં આવી હતી, જેમાં 13 મિલકત ધારકો પૈકી 4 મિલકત ધારકોએ ₹3,73,700 નું ચુકવણું સ્થળ પર જ કરી આપ્યું હતું.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ વ્યાજ રાહત યોજના અમલમાં મૂકવામાં આવી છે ,જેમાં ક્ષેત્રફળ આધારિત રેન્ટ બેઝ પ્રોપર્ટી ટેક્સ ઉપર 100ટકા વ્યાજ રાહત આપવામાં આવે છે, તેમજ મનપાની મિલકતવેરા શાખા દ્વારા વેરો ભરપાઈ ન કરનાર આસામીઓ ની મિલકતને સીલ કરવાની કામગીરી કડક રીતે હાથ ધરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકા દ્વારા વ્યાજ રાહત યોજના અંતર્ગત વર્ષ 2006 પછી ક્ષેત્રફળ આધારિત પ્રોપર્ટી ટેક્સની બાકી રકમમાં મિલકતવેરામાં વ્યાજ રાહત યોજના અન્વયે તા. 15- 2- 23- થી 100 ટકા વ્યાજ રાહત યોજનાનું અમલીકરણ જામનગર મહાનગરપાલિકા દ્વારા અમલમાં આવ્યું છે પ્રથમ દિવસે જ મિલકત વેરા શાખા દ્વારા સીટી સિવિક સેન્ટર / ઓનલાઇન તેમજ મનપા ની મિલકત વેરા શાખા ખાતે/ મિલકતનો પોતાનો બાકી રહેતો વેરો નગરજનોએ ભરપાઈ કર્યો છે ,જેમાં પ્રથમ દિવસે 324 મિલકત મિલકત ધારકો દ્વારા પોતાનો વેરો ભરપાઈ કરવામાં આવ્યો છે , રૂ.24 , 82,935 ની રકમ મિલકત વેરા શાખા એ વસુલાત કરી છે, તારીખ 16 /2/ 2023 થી મિલકત વેરા શાખા દ્વારા પ્રોપર્ટી સીલીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે , જામનગર મહાનગરપાલિકા દ્વારા કુલ 13 મિલકત ધારકોની જપ્તીની કામગીરી પ્રથમ હાફ માં કરવામાં આવી હતી, જેમાં 13 મિલકત ધારકો પૈકી 4 મિલકત ધારકોએ ₹3,73,700 નું ચુકવણું સ્થળ પર જ કરી આપેલ છે, મહાનગરપાલિકા દ્વારા સીલીંગ પ્રક્રિયાની કામગીરી કડક રીતે હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા જો આપની મિલકત પર આ સીલીંગ પ્રક્રિયા ન થાય જેથી મનપા દ્વારા શરૂ કરવામાં આવેલ વ્યાજ રાહત યોજનાનો લાભ લેવા નગરજનોને જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા પોતાની બાકી રહેતી રકમ ભરપાઈ કરી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ યોજના આગામી તા. 31- 3 – 23 સુધી જ અમલમાં રહેશે જેની સર્વે બાકીદારોએ નોંધ લેવી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular