Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો મિલકત વેરા શાખા દ્વારા વેરો ન ભરનાર આસામીની 11 મિલકતો જપ્ત

જામ્યુકો મિલકત વેરા શાખા દ્વારા વેરો ન ભરનાર આસામીની 11 મિલકતો જપ્ત

સ્થળ પર ત્રણ આસામીઓ પાસેથી રૂા.96100 ની વસૂલાત

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મિલકત વેરો ન ભરનાર કુલ 11 મિલકતોને જપ્ત કરવામાં આવી છે તેમજ કુલ 3 આસામીઓ પાસેથી બાકી મિલકત વેરા પેટે રૂા.96100 ની વસૂલાત કરવામાં આવી હતી.

- Advertisement -

કમિશનરની સૂચના અનુસાર આસી. કમિશનર (વ) અને ઈ.ચા. આસી. કમિશનર (ટેકસ) તથા નાયબ કાર્યપાલક ઈજનેર અને ઈ.ચા. ટેકસ ઓફિસર ઓફિસરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ વોર્ડવાઈઝ રીકવરી ટીમો દ્વારા મિલકત વેરા બાકી મિલકતોની જપ્તી કાર્યવાહી હાથ ધરાઈ હતી.

જામનગર મહાનગરપાલિકા મિલકત વેરા શાખા દ્વારા તા.31/3/2021 સુધીનો મિલકત વેરો ન ભરનાર મિલકત ધારકોને વોરંટ તથા અનુસૂચિની બજવણી તેમજ રૂબરૂ સૂચના આપવામાં આવી હતી. આમ છતાં પણ મિલકત વેરો ન ભરનાર બાકીદારોની આજરોજ મિલકત જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તા.13/01/2022 ના રોજ રૂા.4,07,282 જેટલી મિલકત વેરાની રકમ બાકી રોકાતી હોય તેવી કુલ 11 મિલકતોને જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્થળ ઉપરથી કુલ 3 આસામીઓ પાસેથી રૂા.96,100 ની વસૂલાત કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં હજુ પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવનાર હોય, તાત્કાલિક બાકી મિલકત વેરો ભરપાઈ કરવા યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular