જામનગર મહાનગરપાલિકા ધ્વારા શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા સઘન ઝુંબેશ તા.27/10/2023 થી હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઢોરો પકડવા માટે 4-ટીમોની રચના કરી, પોલિસ બંદોબસ્ત સાથે દૈનિક બે શિફટમાં બે ટીમો મારફત કામગીરી કરવામાં આવે છે.
આ કામગીરી દરમિયાન તા.27/10/2023 થી આજદિન સુધી કુલ-1007 જેટલા ઢોરોને પકડવામાં આવેલ છે. ચાલુ વર્ષે કુલ-4052 જેટલા ઢોરોને પકડવામાં આવેલ છે. તેમજ ર000 પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવેલ છે. 680 ઢોરોને ટેગીંગ કરવામાં આવેલ છે. તા.27/10/2023 થી હાલ સુધીમાં ઢોર માલિકો પાસેથી રૂા.2,85,000 નો દંડ વસુલવામાં આવ્યો છે.
આગામી સમયમાં આ 4-ટીમો મારફત પોલિસ બંદોબસ્ત સાથે શહેરમાં ઢોર પકડવાની કામગીરી વધુ સઘન ઝુંબેશ બનાવવામાં આવનાર હોય, ઢોર માલિકોને પોતાના માલિકીના ઢોરો જાહેર રોડ રસ્તા ઉપર ન છોડવા તાકીદ કરવામાં આવે છે. તાજેતરમાં જાહેરમાં ઢોર છોડી મુકવા / જાહેરમાં ઘાસચારો વેંચાણકર્તા કુલ-74 આસામી સામે એફ.આઈ.આર. નોંધવામાં આવેલ છે અને જાહેર રોડ-રસ્તા ઉપર ખાનગી માલિકીના ઢોરો પકડાશે, તેવા કિસ્સામાં ઢોર માલિકો સામે દંડકીય કાર્યવાહી ઉપરાંત ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે. જેની દરેક ઢોર માલિકોએ સ્પષ્ટ નોંધ લેવી. તેમ જામનગર મહાનગરપાલિકાની એક યાદીમાં જણાવ્યું છે.