Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરભૂગર્ભ ગટર કામગીરીને લઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા કેટલાંક રસ્તાઓ બંધ

ભૂગર્ભ ગટર કામગીરીને લઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા કેટલાંક રસ્તાઓ બંધ

જામનગર મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની પાઈપલાઈન કામગીરીને લઇ વિવિધ ત્રણ જેટલા જાહેરનામા બહાર પાડી વિવિધ રોડ બંધ કરવામાં આવ્યા છે અને વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી એન મોદી દ્વારા બહાર પાડેલ નોટિસમાં જણાવ્યું છે કે, વોર્ડ નંબર -9 આણદાબાવા સેવા સંસ્થાથી દેવબાગ થઈ પ્રણામી સંપ્રદાય બેઠક થઈ રતનબાઇ મસ્જિદ સર્કલ સુધીના રસ્તામાં ભૂગર્ભ ગટરની પાઈપલાઈન કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂપે તથા અકસ્માત નિવારવાના હેતુથી તા.23-04-2025 થી તા.22-06-2025 એટલે કે બે માસ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રહેશે. વોર્ડ નંબર-9 આણદાબાવા સેવા સંસ્થાથી દેવબાગ થઈ પ્રણામી સંપ્રદાય બેઠક થઈ રતનબાઇ મસ્જિદ સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે વોર્ડ નંબર-9 આણદાબાવા સેવા સંસ્થાથી પરષોતમ માર્ગ થઈ રણજીતરોડ તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે. વોર્ડ નંબર-9 આણદાબાવા સેવા સંસ્થાથી દેવબાગ થઈ પ્રણામી સંપ્રદાય બેઠક થઈ રતનબાઈ મસ્જિદ સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે વોર્ડ નંબર-9 ચાંદીબજાર સર્કલ થઇ રતનબાઈ મસ્જિદ સર્કલ સુધીનો સજુબા સ્કૂલ થઈ રણજીત રોડ તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.

આ ઉપરાંત જામનગર-ખંભાળિયા બાયપાસ રોડથી પોદાાર સ્કૂલ તરફ જતા મેઇન રોડ તરફનો રસ્તો તા.22-04-2025 થી તા.21-07-2025 એટલે કે ત્રણ માસ સુધી બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે પાશ્ર્વનાર્થ સોસાયટીની આંતરીક શેરીઓ તેમજ વિનાયક સીટી સોસાયટીની સામેની શેરીઓમાં થઈ આર્શિવાદ કલબ રિસોર્ટવાળા રોડ પરથી ખંભાળિયા બાયપાસ તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.

- Advertisement -

તેમજ જામનગર-કાલાવડ રોડ પરના મુખ્ય રસ્તા પર રાધિકા સ્કૂલ પાસે 45 મીટર ટીપી રોડથી હાપા માર્કેટીંગ યાર્ડવાળા મુખ્ય રસ્તા સુધી જામનગર કાલાવડ રોડ તરફ જતા રસ્તાની મધ્ય રેખા પરના રોડ ડીવાઈડરની પૂર્વ દિશા તરફનો રસ્તો તા.23/04/2025 થી તા.22/06/2025 બે માસ સુધી બે માસ દરમિયાન બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે જામનગર-કાલાવડ રોડ મુખ્ય રસ્તા પર રાધિકા સ્કૂલ પાસે 45 મીટર ટીપી રોડથી હાપા માર્કેટીંગ યાર્ડવાળા મુખ્ય રસ્તા સુધી જામનગર-કાલાવડ રોડ તરફ રસ્તાની મધ્ય રેખા પરના રોડ ડીવાઈડરની પશ્ર્ચિમ દિશા તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular