Friday, December 13, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગર લોહાણા મહાજન દ્વારા મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામનારને શ્રધ્ધાંજલિ અપાઇ

Video : જામનગર લોહાણા મહાજન દ્વારા મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામનારને શ્રધ્ધાંજલિ અપાઇ

પ્રણામી ગ્રાઉન્ડ ખાતે જલારામ બાપાની આરતી કરાઇ : રામધૂન યોજાઇ

- Advertisement -

જામનગરમાં આજરોજ પરમપૂજય જલારામ બાપાની જન્મજયંતિની ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગર લોહાણા સમાજ દ્વારા મોરબી દુર્ઘટનાને ધ્યાને લઇ સમૂહભોજન સહિતના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. માત્ર જલારામ બાપાની આરતી ઉતારી સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી તેમજ મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના આત્માની શાંતિ અર્થે રામધુન યોજી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

- Advertisement -

જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ જયંતિ મહોત્સવ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરના પ્રણામી ગ્રાઉન્ડ ખાતે સમૂહ ભોજન સહિતના આયોજનો કરવામાં આવ્યા પરંતુ ગઇકાલે મોરબીમાં સર્જાયેલ ગંભીર દુર્ઘટનાને ધ્યાને લઇ લોહાણા સમાજનું સમૂહ ભોજન રદ કરવામાં આવ્યું હતું. આજરોજ માત્ર પ્રણામી ગ્રાઉન્ડ ખાતે પ.પૂ. સંત શિરોમણી જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી તેમજ મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વ્યકિતઓના આત્માને શાંતિ મળે તે માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી ઘાયલ થનારા વ્યકિતઓ જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. લોહાણા સમાજના અગ્રણીઓ દ્વારા રામધુન યોજી મૃતકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

- Advertisement -

આ તકે જલારામ જયંતિ મહોત્સવ સમિતિના જીતુભાઇ લાલ, રમેશભાઇ દત્તાણી, રાજુભાઇ કોટેચા, રાજુભાઇ હિંડોચા, મનિષભાઇ તન્ના, ભરતભાઇ કાનાબાર, અનિલ ગોકાણી, ભરત મોદી, નિલેશ ઠકરાર, મનોજ અમલાણી, રાજુભાઇ મારફતિયા, અતુલ પોપટ, મધુભાઇ પાબારી, ડૉ. દિપકભાઇ ભગદે, જયેશભાઇ મારફતિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular