ભાવનગર શહેરના ચિત્રા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં રહેતા દંપતી ના આઠ વર્ષના પુત્ર નું ફટાકડા લઇ આપવાના બહાને અપહરણ કરનાર શખ્સને જામનગર એલ.સી.બી. પોલીસે જામનગર માંથી ઝડપી લઇ બોરતળાવ પોલીસને આગળની કાર્યવાહી મમાટે સોપી આપ્યો હતો.
આ અંગેની વિગત મુજબ દિવાળીના દિવસે બપોરના સાડા ત્રણેક વાગ્યે ભાવનગર શહેરના ચીત્રા જી.આઇ.ડી.સી વિસ્તારમાં રહેતા ગીતાબેન કમલેશભાઇ છગનભાઇ સોંલકીના 8 વર્ષના માસુમ પૂત્ર હીરેનનું અપહરણ થયું હતું. ફટાકડા લઇ આપવાના બહાને લલચાવી ફોસલાવી તેના માતા-પિતાની કાયદેસર વાલીપણામાંથી કોઈ શખ્સ ભગાડી અપહરણ ગયેલની ફરીયાદ નોંધી ભાવનગર જીલ્લા પોલીસે તમામ જિલ્લાની પોલીસને અવગત કરી હતી.
આ ફરિયાદને લઈને જામનગર પોલીસ વડા દીપન ભદ્રને એલસીબીને સચેત કરી હતી. દરમિયાન એલ.સી.બી. પીઆઇ એસ.એસ.નિનામા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પીએસઆઈ કે.કે.ગોહીલ, આર.બી.ગોજીયા. તથા બી.એમ.દેવમુરારી રાઉન્ડ ધી કલોક પેટ્રોલીંગ-વોચમાં સક્રિય હતા. દરમ્યાન જામનગર એસ.ટી. ડેપોમાં એક શખ્સ એક નાના બાળક સાથે શંકાસ્પદ હાલતમાં આટાફેરા કરે છે. અને કોઇ બસમાં જવાને બદલે છેલ્લા દસ-બાર કલાકથી ડેપોમાં બેસેલ છે અને તેની પાસે રહેલ છોકરો સતત રડે છે. આવી હકીકત કોઈએ પોલીસને ફોન કરી આપતા રાત્રીના દોઢેક વાગ્યે એલસીબીએ તપાસ હાથ ધરી હતી. એલસીબીની ટીમે એસટી ડેપો પહોંચી શકિતરાજ હોટલના પાછળના ભાગે એસ.ટી.ડેપોની કમ્પાઉન્ડ વોલ પાસે અપહરણ થયેલ માસુમ બાળક હીરેન ઉ.વ. 8 અને તેનું અપહરણ કરનાર આરોપી રસીદ ઇકબાલભાઇ હાલા, ઉ.વ. 24, રહે. જંગલેશ્વર તવકલ ચોક, બાબા પાનની દુકાન સામે, રાજકોટ વાળો મળી આવ્યો હતો. એલસીબીએ તુરંત ભાવનગર પોલીસને જાણ કરી હતી જેને લઈને બોરતળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જામનગર આવી અપહરણકાર અને અપહૃત બાળકને લઈને પરત ફરી હતી.
આ કાર્યવાહી પો.ઇન્સ. એસ.એસ.નીનામાની સુચના થી પો.સ.ઇ. કે.કે.ગોહીલ, આર.બી.ગોજીયા, બી.એમ.દેવમુરારી, તથા એલ.સી.બી.ના માંડણભાઇ વસરા, અશ્વિનભાઇ ગંધા, હરપાલસિંહ સોઢા, ફીરોજભાઇ દલ, વનરાજભાઇ મકવાણા, રઘુવિરસિંહ પરમાર, ભગીરથસિંહ સરવૈયા, નિર્મળસિંહ એસ.જાડેજા, હરદિપલાઇ ધાધલ, યશપાલસિંહ જાડેજા, ધાનાભાઇ મોરી,નાનજીભાઇ પટેલ, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર,હીરૅનભાઇ વરણવા, યોગરાજસિંહ રાણા, હીતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ સોલકી, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુટેટાભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેનદ્રસિંહ જાડેજા દ્વારા કરાઈ હતી.