Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરચોરાઉ મોટરસાઈકલ સાથે એક શખ્સને ઝડપી લેતી જામનગર એલસીબી

ચોરાઉ મોટરસાઈકલ સાથે એક શખ્સને ઝડપી લેતી જામનગર એલસીબી

જામનગર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક શખ્સને રૂા.20 હજારની કિંમતના ચોરાઉ મોટરસાઈકલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ તથા પી.એન. મોરી દ્વારા જામનગર જિલ્લામાં અગાઉ બે કે તેથી વધુ મિલકત સંબંધી ગુનામાં પકડાયેલ ઈસમોની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી અવાર-નવાર ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી હોય આ દરમિયાન એલસીબીના સંજયસિંહ વાળા, હિતેન્દ્રસિંહ જાડેજા તથા કાસમ બ્લોચ દ્વારા અગાઉ મિલકત સંબંધી ગુનામાં પકડાયેલા શખ્સોની ગતિવિધિ ઉપર વોચ દરમિયાન વિશાલ ઉર્ફે વિશલો રાજુ ચાવડા નામના શખ્સને ચેક કરતા તેની પાસેથી જીજે-10-બીએમ-1613 નંબરની મોટરસાઈકલ મળી આવતા આ અંગે તેની પૂછપરછ હાથ ધરતા અને ઈ-ગુજકોપમાં ચેક કરતા આ મોટરસાઈકલ અંગે જામનગર સિટી સી ડીવીઝનમાં બાઈકચોરીનો કેસ નોંધાયો હતો. રૂા.20,000 ની કિંમતનું મોટરસાઈકલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી વિરુધ્ધ અગાઉ 20 થી વધુ વાહનચોરીના કેસમાં સંડોવાયેલ/પકડાયેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular