Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરચોરાઉ મોટરસાઈકલ સાથે એક શખ્સને ઝડપી લેતી જામનગર એલસીબી

ચોરાઉ મોટરસાઈકલ સાથે એક શખ્સને ઝડપી લેતી જામનગર એલસીબી

- Advertisement -

જામનગર એલસીબી દ્વારા દરેડ ગામેથી એક શખ્સને 20 હજારની કિંમતના ચોરાઉ મોટરસાઈકલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર એલસીબીના દિલીપભાઈ તલાવડિયા તથા હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર, બીજલભાઇ બાલાસરા, અજયસિંહ ઝાલા સહિતના સ્ટાફ દ્વારા જામનગર તાલુકાના દરેડ ગામે આઈટીઆઈ સામેથી લખન ભીડા મારવાડી નામના શખ્સના કબ્જામાંથી રૂા. 20000 ની કિંમતનું જીજે-11-બીડી-7821 નંબરનું મોટરસાઈકલ કબ્જે કર્યુ હતું. આ મોટરસાઈકલ આરોપીએ ગીરસોમનાથ જિલ્લાના સોમનાથ મંદિરના પાર્કિંગમાંથી ચોરી કરી હોવાની કેફીયત આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular