જામનગર ઉત્તરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી હકુભા જાડેજા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી સેવા કાર્યો સાથે કરવામાં આવી હતી.
તેમના ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના ઓશવાળ સેન્ટરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં રકતદાતાઓ ઉમટી પડયા હતાં. લોકોના જીવન બચાવવા માટે રકત ખુબ મહત્વનું હોય ઇમરજન્સી સમયે રકતની સમસ્યા ન સર્જાય તેવા ઉદેશ્ય સાથે આ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આજના દિવસે જ યોજાયેલી શહેરમાં શ્રેષ્ઠ ગણપતી મહોત્સવ સ્પર્ધાના વિજેતાઓને પુરષ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતાં. ઉપરાંત ગણેશ સ્પર્ધાના તમામ ગણેશ મંડળો તથા જામનગર શહેરના જૈન તપસ્વીઓને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજયના કૃષીમંત્રી રાધવજી પટેલ, પૂર્વ મંત્રી આર.સી.ફળદુ, પૂર્વ ધારાસભ્ય ચિમનભાઇ સાપરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, પ શહેર ભાજપ પ્રમુખ નિલેશ કગથરા, હાપા માર્કેટ યાર્ડના પ્રમુખ પ્રવિણસિંહ ઝાલા, કોર્પોરેટરો, પૂર્વ મેયર રાજુભાઇ શેઠ, જાડાના પૂર્વ ચેરમેન દિલિપસિંહ ચુડાસમા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અશોકભાઇ નંદા સહિતના અગ્રણીઓ જોડાયા હતાં. મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ખુદ હકુભા જાડેજાએ પણ રકતદાન કર્યું હતું.