Monday, December 15, 2025
Homeરાજ્યજામનગરજામનગરના ગ્રાઉન્ડમાં BCCI કક્ષાની મેચો રમાય તેવી ક્ષમતા : નિરંજન શાહ -...

જામનગરના ગ્રાઉન્ડમાં BCCI કક્ષાની મેચો રમાય તેવી ક્ષમતા : નિરંજન શાહ – VIDEO

નવી બનાવાયેલી વિકેટોનું ઉદઘાટન કરાયું

જામનગરના અજીતસિંહ ક્રિકેટ પેવેલીયન ખાતે નવનિર્મીત વિકેટોનું બીસીસીઆઇના પૂર્વ સેક્રેટરી અને એસસીએના સભ્ય નિરંજનભાઇ શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે જો આ ગ્રાઉન્ડ સરકાર દ્વારા લાંબા ગાળાની લીઝ ઉપર આપે તો જામનગરમાં બીસીસીઆઇ કક્ષાની મેચો યોજવી પણ શકય બને.

- Advertisement -

જામનગરમાં આવેલ અજીતસિંહ ક્રિકેટ પેવેલીયન એટલે કે ક્રિકેટ બંગલા ખાતે અને એવા ખેલાડીઓ પ્રેકટીશ કરી રહ્યા છે જામનગરએ અનેક ક્રિકેટરો આંતરરાષ્ટ્રીયકક્ષાએ આપ્યા છે. જામનગરનું આંતરરાષ્ટ્રીયસ્તરે ક્રિકેટમાં અનેરૂ યોગદાન રહ્યું છે. ત્યારે જામનગરના અજીતસિંહ ક્રિકેટ પેવેલીયન ખાતે જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશન દ્વારા 6 જેટલી નવી વિકેટો તૈયાર કરવામાં આવ્યું છે. જેનું ગઇકાલે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. બીસીસીઆઇના પૂર્વ સેક્રેટરી અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના સભ્ય નિરંજનભાઇ શાહના હસ્તે આ નવી વિકેટોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જામનગરના અનેક યુવા ખેલાડીઓ અહિં પ્રેકટીશ કરતા હોય નવી વિકેટોથી આ યુવા ખેલાડીઓને પ્રેકટીશ માટે ફાયદો થશે.

- Advertisement -

નવી વિકેટોના ઉદઘાટન માટે જામનગર આવેલા નિરંજનભાઇ શાહે ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યુ હતું. અને જણાવ્યું હતું કે જામનગરના ક્રિકેટનું ભાવી ખુબ જ ઉજ્જવળ છે. આ ગ્રાઉન્ડમાં બીસીસીઆઇ કક્ષાની મેચો રમાડી શકાય તેવી ક્ષમતા છે. જો સરકાર દ્વારા આ ગ્રાઉન્ડને લાંબા ગાળાની લીઝ પર આપવામાં આવે તો બીસીસીઆઇ કક્ષાની મેચો રમાડી શકાય તેવી ક્ષમતા છે. આ તકે જામનગર ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના પ્રેસીડેન્ટ અજયભાઇ સાદીયા, વાઇસ પ્રેસીડેન્ટ વિનુભાઇ ધ્રુવ, ડો. તોસીફખાન પઠાણ, કોર્પોરેટર સુભાષભાઇ જોશી, કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અહિં પ્રેકટીશ કરતા ખેલાડીઓએ મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કર્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular