ભારત તિબ્બત સંઘ ગુજરાત પ્રદેશ ટીમની નિયુકિત કરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લામાંથી ત્રણ લોકોની નિમણુંક થતાં જામનગરને ગુજરાત પ્રદેશ ભારત તિબ્બત સંઘમાં પ્રતિનિધિત્વ મળ્યું છે.
ભારત તીબ્બત સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાવેશભાઈ જોષી દ્વારા પ્રદેશ ટીમની નિયુક્તિ કરવામાં આવી હતી, જેમાં જામનગર જિલ્લા માંથી સંગઠનમાં પ્રદેશ મંત્રી તરીકે જામનગર દક્ષિણ બેઠક ના પ્રભારી ચંદ્રેશભાઈ હેરમા, મહિલા વિભાગના પ્રદેશ મંત્રી તરીકે જામનગરના વોર્ડ નં 2 ના નગરસેવિકા ડિમ્પલ રાવલ અને યુવા વિભાગના પ્રદેશ મહામંત્રી તરીકે યુવા મોરચાના મંત્રી કર્મભાઈ ઢેબર ની નિયુક્તિ કરવામાં આવી છે.