જામનગર શહેરમાં રહેતા પ્રૌઢના શેઠના જીઆઈડીસીમાં આવેલા બે શેડનો 1 કરોડ 65 લાખમાં વેંચાણ કરારનો સોદો કરી રૂા.1.40 કરોડની રકમ નહીં ચૂકવી અને પ્લોટ પચાવી પાડયાની બે શખ્સો વેપારી વિરૂધ્ધ વિશ્વાસઘાત ફરિયાદ નોંધાવી હતી.
આ છેતરપિંડીના બનાવની િગત મુજબ, જામનગર શહેરમાં રહેતા રાજનભાઈ ગડાને મુકેશ મંગળજી મકવાણા અને શાંતિલાલ મંગળજી મકવાણા નામના બે ભાઈઓએ એકસંપ કરી રાજનભાઈને વિશ્ર્વાસમાં લઇ લોનના ચેક દર્શાવી રાજનભાઈના શંકરટેકરી જીઆઈડીસીમાં આવેલા શેડ નંબર-13/2/એ તથા 13/2/બી નામના બે શેડનો રૂા.1 કરોડ 65 લાખમાં વેંચાણ કરાર મુજબ સોદો કર્યો હતો અને આ બંને પ્લોટના સોદા પેટે રૂા. 24,75,000 ની રકમ ચૂકવી હતી અને બાકી રહેતી રકમની લોન મુકી છે અને લોન પાસ થય પસા આપી દેશું તેવો સોદો બે વર્ષ પહેલાં કર્યો હતો અને આ બંને શેડના બોગસ નોટરી કરી પચાવી પાડયા હતાં. ત્યારબાદ અવાર-નવાર પ્લોટના બાકી નિકળતા 1,40,25,000 ની બાકી રહેતા રૂપિયાની ઉઘરાણી કરતા ખોટા વાયદાઓ કરી લોન થશે તો પેસા ચૂકવશું તેવા જવાબો આપ્યા હતાં. જેથી રાજનભાઈને છેતરપિંડી થયાનું જણાયું હતું. જેથી આ બનાવ અંગે તેમને ત્યાં નોકરી કરતા હરિયા સ્કુલ સામે મહાવીર એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલભાઈ વિરચંભાઈ શાહ (ઉ.વ.54) નામના પ્રૌઢે છેતરપિંડીના બનાવ અંગેની સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ આર ડી ગોહિલ તથા સ્ટાફે બે ભાઈઓ વિરૂધ્ધ રૂા.1.40 કરોડની વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.