જામનગર મદદનીશ રોજગાર કચેરી દ્વારા આજરોજ જામનગર ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 4 નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 35 જેટલી જગ્યાઓ માટે આયોજિત આ ભરતી મેળામાં 60થી 70 જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં. જામનગર રોજગાર કચેરી ખાતે દર મંગળ અને ગુરુવારે જોબફેરનું આયોજન કરવામાં આવે છે. ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન 2000થી વધુ યુવાનોને નોકરી પુરી પાડવામાં આવી છે.