જામનગર તથા દ્વારકા સહિત રાજ્યભરનું ધોરણ 12 (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)નું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં જામનગર જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.61% અને દ્વારકા જિલ્લાનું 95.69% પરિણામ જાહેર થયું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું જામનગર જિલ્લાનું પરિણામ 90.85% તથા દ્વારકા જિલ્લાનું 90.88% જાહેર થયું છે.
માર્ચ 2025માં લેવાયેલી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરિક્ષાઓ પૈકી આજે ધોરણ 12 (સા.પ્ર. અને વિ.પ્ર)નું પરિણામ જાહેર થયું છે. સમગ્ર ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.07% પરિણામ જાહેર થયું છે. જ્યારે જામનગર જિલ્લાની વાત કરીએ તો, જામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.61% પરિણામ જાહેર થયું છે. જામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 7526 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી કુલ 7506 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેનું પરિણામ 93.61% આવ્યું છે. જામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 184 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ, 1270 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ, 1712 વિદ્યાર્થીઓને બી-1 ગ્રેડ, 1803 વિદ્યાર્થીઓને બી-2 ગ્રેડ તથા 1415 વિદ્યાર્થીઓને સી-1 ગ્રેડ, 607 વિદ્યાર્થીઓને સી-2 ગ્રેડ તેમજ 35 વિદ્યાર્થીઓને ‘ડી’ ગ્રેડ મળ્યો છે. જ્યારે 500 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવામાં અસફળ રહ્યાં છે.
જ્યારે કેન્દ્રવાઇઝ પરિણામ પર નજર કરીએ તો, જામનગર જિલ્લાના જામનગર સેન્ટરનું 92.04% પરિણામ આવ્યું છે. જામનગર સેન્ટરમાં 4520 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 4508 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 4149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ધ્રોલ સેન્ટરનું 97.49% પરિણામ આવ્યું છે. જેમાં 1235 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 1233 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 1202 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હતા. કાલાવડ સેન્ટરનું 97.49% પરિણામ આવ્યું છે. જેમાં 779 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 778 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 741 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. લાલપુર સેન્ટરનું 92.47% પરિણામ આવ્યું છે. જેમાં 439 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 438 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 405 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જામજોધપુર સેન્ટરનું 96.36% પરિણામ આવ્યું છે. જેમાં 553 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 549 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 529 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
દ્વારકા જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 95.69% પરિણામ જાહેર થયું છે. દ્વારકા જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3233 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી કુલ 3228 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેનું પરિણામ 95.69% આવ્યું છે. દ્વારકા જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 26 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ, 460 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ, 876 વિદ્યાર્થીઓને બી-1 ગ્રેડ, 887 વિદ્યાર્થીઓને બી-2 ગ્રેડ તથા 623 વિદ્યાર્થીઓને સી-1 ગ્રેડ, 201 વિદ્યાર્થીઓને સી-2 ગ્રેડ તેમજ 16 વિદ્યાર્થીઓને ‘ડી’ ગ્રેડ મળ્યો છે. જ્યારે 144 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવામાં અસફળ રહ્યાં છે.
કેન્દ્રવાઇઝ પરિણામ પર નજર કરીએ તો, ખંભાળિયા સેન્ટરનું 95.25% પરિણામ આવ્યું છે. જેમાં 1283 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 1283 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 1222 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. દ્વારકા સેન્ટરનું 86.90% પરિણામ આવ્યું છે. જેમાં 232 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 229 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 199 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ભાટિયા સેન્ટરનું 97.81% પરિણામ આવ્યું છે. જેમાં 639 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 639 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 625 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ભાણવડ સેન્ટરનું 98.12% પરિણામ આવ્યું છે. જેમાં 536 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 535 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 525 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. કલ્યાણપુર સેન્ટરનું 94.17% પરિણામ આવ્યું છે. જેમાં 446 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 446 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 420 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
સામાન્ય પ્રવાહની સાથે જ આજે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ જાહેર થયું હતું. જેમાં સમગ્ર રાજ્યનું 83.51% પરિણામ જાહેર થયું છે. જ્યારે જામનગર જિલ્લાનું 90.85% પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહમાં જામનગર જિલ્લામાં 1620 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી કુલ 1618 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેનું પરિણામ 90.85% આવ્યું છે. જામનગર જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 17 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ, 177 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ, 359 વિદ્યાર્થીઓને બી-1 ગ્રેડ, 379 વિદ્યાર્થીઓને બી-2 ગ્રેડ તથા 320 વિદ્યાર્થીઓને સી-1 ગ્રેડ, 184 વિદ્યાર્થીઓને સી-2 ગ્રેડ તેમજ 34 વિદ્યાર્થીઓને ‘ડી’ ગ્રેડ મળ્યો છે. જ્યારે 150 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવામાં અસફળ રહ્યાં છે.
કેન્દ્રવાઇઝ પરિણામ પર નજર કરીએ તો, જામનગર સેન્ટરનું 88.59% પરિણામ આવ્યું છે. જેમાં 1027 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 1025 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 908 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ધ્રોલ સેન્ટરનું 94.78% પરિણામ આવ્યું છે. જેમાં 575 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 575 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 545 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
જ્યારે દ્વારકા જિલ્લાનું 90.88% પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહમાં દ્વારકા જિલ્લામાં 296 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી કુલ 296 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેનું પરિણામ 90.88% આવ્યું છે. દ્વારકા જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 2 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ, 30 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ, 60 વિદ્યાર્થીઓને બી-1 ગ્રેડ, 67 વિદ્યાર્થીઓને બી-2 ગ્રેડ તથા 59 વિદ્યાર્થીઓને સી-1 ગ્રેડ, 42 વિદ્યાર્થીઓને સી-2 ગ્રેડ તેમજ 8 વિદ્યાર્થીઓને ‘ડી’ ગ્રેડ મળ્યો છે. જ્યારે 27 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવામાં અસફળ રહ્યાં છે.
કેન્દ્રવાઇઝ પરિણામ પર નજર કરીએ તો, ખંભાળિયા સેન્ટરનું 91.56% પરિણામ આવ્યું છે. જેમાં 237 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 237 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 217 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. મીઠાપુર સેન્ટરનું 88.14% પરિણામ આવ્યું છે. જેમાં 59 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 59 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 52 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થતાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ અને તેના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. વિદ્યાર્થીઓને મ્હોં મીઠાં કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.


