જામનગર ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા તા. 5 નવેમ્બરના રોજ સુમેર સ્પોર્ટસ કલબ ખાતે ખેલાડીઓના પ્રોત્સાહન માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન એસો. દ્વારા રાજ્યકક્ષાએ જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે ટીમનું સિલેકશન કરવામાં આવ્યું હતું. ટીમનું સિલેકશન ચાલુ વર્ષની દરેક ટુર્નામેન્ટમાં ખેલાડીઓના પ્રદર્શનને ધ્યાનમાં લઇ પોસન્ટ ટેબલમાં જે અગ્રીમ હરોળમાં રહ્યું હોય તેવા ખેલાડીઓનું ચયન સંસ્થાના સેક્રેટરી પ્રકાશભાઇ નંદા, જોઇન્ટ સેક્રેટરી ઉર્મિલભાઇ શાહ તથા એડવાઇઝરી કમિટીના દિનેશભાઇ, કેતનભાઇ, કોચ વિનોદભાઇ સિહોરા દ્વારા કરવામાં આવ્યું હતું.
આગામી સ્ટેટ ઇન્ટર ડિસ્ટ્રીકટ ટુર્નામેન્ટ ગાંધીધામ ખાતે તા. 8 નવેમ્બરથી યોજાવાની છે. ટીમમાં સ્થાન મેળવનાર દરેક પ્લેયરને આગામી ટુર્નામેન્ટ માટે રહેવા, જમવા, ગાંધીધામ આવવા-જવા તથા કોચ સહિતની સંપૂર્ણ સગવળ જેડીટીટીએ સંસ્થા દ્વારા પુરી પાડવામાં આવશે તેની જેડીટીટીએ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
જેટીટીએ દ્વારા યોજાયેલ ટીમ સિલેકશન કાર્યક્રમમાં શહેરના નામાંકિત મહાનુભાવોએ ખેલાડીઓને આગામી ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યક્રમ સંસ્થાના પ્રેસિડેન્ટ વિક્રમસિંહ જાડેજા, વા. પ્રેસિડેન્ટ જયેશભાઇ શાહની આગેવાનીમાં યોજાયો હતો. કાર્યક્રમમાં શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં અંજલિ કેબલના મહેશભાઇ કટારમલ, સુમેર સ્પોર્ટસ કલબના પ્રેસિડેન્ટ રાજુભાઇ શેઠ, કલબના સેક્રેટરી ધીરેનભાઇ ગલૈયા, જો. સેક્રેટરી ભરતભાઇ ખુબચંદાણી, એમ.જે. સ્પોર્ટસના મનજીતસિંહ, ચંદુભાઇ શાહ તથા જેડીટીટીએ સંસ્થાના સર્વે કમિટી મેમ્બર્સ હાજર રહ્યા હતાં.
કાર્યક્રમમાં શહેરના અગ્રગણ્ય પ્રિન્ટ તથા ઇલેકટ્રોનિક મિડીયાના સભ્યો પણ હાજર રહ્યાં હતાં. કાર્યક્રમનું કો-ઓર્ડિનેશન સંસ્થાના મિડીયા સેલ ક્ધવીનર ઉદયભાઇ કટારમલ દ્વારા કરવામાં આવ્યું હતું.