જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગુરૂવારે યોજાઇ હતી. જેમાં વિવિધ કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જામનગર જિલ્લા પંચાયતની વર્ષ 2025-26ની ત્રીજી ખાસ સામાન્ય સભા જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરચરના અઘ્યક્ષસ્થાને મળી હતી. જિલ્લા પંચાયતની આ બેઠકમાં 15માં નાણાં પંચની બચત રકમનું આયોજન કરવા તેમજ કામોમાં ફેરફાર કરવા સિંચાઇ શાખાના વર્ષ 2025-26ના અંદાજપત્રની જોગવાઇઓમાં પુન: વિનીયોગ કરવા તેમજ રાજ્યના અર્બન વિસ્તાર/મહાનગરપાલિકા, નગરપાલિકા વિસ્તારમાંક સમાવેશ થઇ ગયેલ હોય એવા પેટા આરોગ્ય કેન્દ્રને ગ્રામ્ય વિસ્તારમાં સ્થળ ફેર કરવા દિગ્વીજય ગ્રામ સબ સેન્ટરને વસ્તીના ધોરણે સપ્રમાણ કરી હેડકવાર્ટર નકકી કરવા સહિતના મુદાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્ય હેંમત ખવા, ડીડીઓ અંકીત પન્નુ સહિતના અધિકારીઓ તથા જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.


