જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન દ્વારા સ્વયં શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો તથા કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્વયં શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોનાકાળમાં કોરોના દર્દીઓ માટે દવાથી લઇ ખોરાક સહિતની અનેક સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. કોરોના મહામારી દરમિયાન દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા તેમજ અન્ય સેવાઓ પણ આ ટ્રસ્ટના સભ્યો દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત વાવાઝોડા દરમિયાન લોકોની સેવા, રક્તદાન કેમ્પ સહિતની સેવા પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.
જેને ધ્યાને લઇ જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો. દ્વારા સ્વયંશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો અને તેની ટીમનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પ્રમુખ જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો. અજયભાઇ સ્વાદિયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઇ ઉદાણી, વિનુભાઇ ધ્રુવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને સભ્યોનું સન્માન કર્યું હતું.