Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરનવભારત નિર્માણને આકાર આપતા બજેટને આવકારતું જામનગર જિલ્લા ભાજપ

નવભારત નિર્માણને આકાર આપતા બજેટને આવકારતું જામનગર જિલ્લા ભાજપ

- Advertisement -

ગુજરાતના પનોતા પુત્ર અને કોરોનાકાળો બાદ વર્લ્ડ લીડર તરીકે જેમની ગણના થઇ રહી છે. તેવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના કુશળ માર્ગદર્શન હેઠળ નાણાંમંત્રી નિર્મલા સીતારમનએ દેશને પહેલું ડિજિટલ બજેટ અર્પણ કરેલ છે. આ બજેટમાં કોરોનાની અચાનક આવેલી પરિસ્થિતિમાં પણ સમયસૂચકતા વાપરી, દેશના કરોડો પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ એક ક્રાંતિકારી પગલું છે.

- Advertisement -

આરોગ્ય પર ફોકસ વધવાથી વિકાસ અને રોજગારી સર્જનની અનેક શકયતાઓ આ બજેટમાં કરવામાં આવેલી છે. કોરોના મહામારી વચ્ચે પણ આર્થિક સુધારા સાથેનું અને કઠિન પરિસ્થિતિઓમાં પણ કોઇપણ પ્રકારના નવા ટેકસ નાખ્યા વગર ખેડૂતોની આવક બમણી કરવાની દિશા આપનારું આ બજેટ છે.

આ બજેટથી આગામી દિવસોમાં ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી ઇકોનોમી બનશે તેમાં કોઇ શંકા નથી. વિશેષ કરીને સ્ક્રેપ ડ્યૂટી 50 ટકા ઘટતા જામનગર જિલ્લાના બ્રાસ ઉદ્યોગને મસમોટી રાહત પણ થનાર છે.

- Advertisement -

સ્વદેશી મેન્યુફેકચરીંગને બુસ્ટર ડોઝ મળવાથી બ્રાસપાર્ટ ઉદ્યોગમાં નવી માંગો ખુલશે. જિલ્લા ભાજપ દ્વારા આ બજેટને આવકારતા તેમાં લેવાયેલ અનેક લોકપ્રિય નિર્ણયો અંગે વધુમાં જણાવેલ જેમાં જલજીવન મિશન માટે 2.87 લાખ કરોડ, યુવાનોને રોજગારી, સ્વાસ્થ્ય ક્ષેત્રે 2.32 લાખ કરોડ જેમાં 138 ટકાનો જંગી વધારો, સોના-ચાંદીની કસ્ટમ ડયૂટીમાં ઘટાડો, કોરોના વેક્સિન માટે 35 હજાર કરોડ, માર્ગ અને પરિવહન માટે 1.18 લાખ કરોડ, વિશેષ કરીને સિનિયર સિટિઝનોને આઇટી રિટર્ન ફાઇલ કરવામાંથી મુક્તિ, ગ્રામ્ય વિસ્તારોમાં વિજળીકરણ મજબૂત કરવા માટે 3 લાખ કરોડ. જ્યારે કૃષિ ક્ષેત્રે એમએસપી પર ઉપજની ખરીદીનું કાર્ય ખૂબ જ ઝડપથી ચાલી રહેલ છે અને ખેડૂતોને ચૂકવણામાં ગત વર્ષે 75060 કરોડની ખરીદી એમએસપી દ્વારા કરવામાં આવેલ છે.

ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય એવી ઉજ્જવલા યોજનાનો વ્યાપ વધારી આગામી વર્ષે 1 કરોડ વધુ પરિવારોને આ યોજના સાથે જોડવામાં આવશે. સૌનો સાથ-સૌનો વિકાસ-સૌનો વિશ્ર્વાસને સાર્થક કરતાં દેશના તમામ વર્ગોને સમર્પિત અને અર્થવ્યવસ્થાને ઉત્કૃષ્ઠ બનાવવાના અભિગમ સાથેના કેન્દ્ર સરકારના વિકાસલક્ષી બજેટ રજૂ કરવા બદલ ખૂબ આનંદની લાગણી સાથે જામનગર જિલ્લા ભાજપના આગેવાનોએ આવકારી નાણાંમંત્રી નિર્મલા સિતારામનને જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ અને સમગ્ર ટીમ દ્વારા અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular