જામનગર ડિસ્ટ્રીકટ બેડમિન્ટન એસો. દ્વારા અંડર-17 બોયઝ એન્ડ ગર્લ્સ માટે ગુજરાત બેડ મિન્ટન એસો. ના નેજા હેઠળ યોનેકસ સનરાઈઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે. તા.11 થી તા.13 નવેમ્બર સુધી આયોજિત સ્વ. વલ્લભભાઈ માડમ મેમોરિયલ ટુર્નામેન્ટનો તા.11 નવેમ્બરના જેએમસી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ઉદઘાટન સમારોહ યોજાયો હતો. આ ટૂર્નામેન્ટમાં મોટી સંખ્યામાં બેડમિન્ટન ખેલાડીઓએ ભાગ લીધો છે. સમગ્ર ટૂર્નામેન્ટનું આયોજન એસો.ના પ્રમુખ ઈન્દ્રજિતસિંહ જાડેજા, વાઈસ પ્રેસિડેન્ટ ચિંતન બદિયાણી, સેક્રેટરી ધર્મેન્દ્ર ગોસરાણી, ટે્રઝરર ડો. વંદના બેહાડીયા તથા વાઈસ પ્રેસિડેન્ટ ભગીરથસિંહ જાડેજા સહિતના સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે.