Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર : ગત વર્ષની ખેલ મહાકુંભની ઇનામની રકમ બાકી હોય ચૂકવવા માંગણી...

જામનગર : ગત વર્ષની ખેલ મહાકુંભની ઇનામની રકમ બાકી હોય ચૂકવવા માંગણી – VIDEO

યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

ગત વર્ષના ખેલ મહાકુંભના પ્રાઇઝમની અને સર્ટીફીકેટ હજુ સુધી ખેલાડીઓને મળ્યા ન હોય જામનગર યુવક કોંગ્રેસ તથા એનએસયુઆઇ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -

આવેદનપત્રમાં જણાવાયું છે કે, ખેલ મહાકુંભનું ઓપનીંગ થોડા સમયમાં થવા જઇ રહ્યું છે. પરંતુ ગત વર્ષે જે ખેલાડી ભાઇઓ બહેનોએ ભાગ લીધો હતો. તેઓને આ વર્ષે નવો ખેલ મહાકુંભ આવી ગયો હોવા છતાં 80 ટકા જેટલા ખેલાડીઓને ગત વર્ષની ઇનામની રકમ તથા સર્ટીફીકેટ મળ્યા નથી. આથી વહેલી તકે આ ખેલાડીઓને ગત વર્ષની ઇનામની રકમ અને સર્ટીફીકેટ આપવા માંગણી કરવામાં આવી છે. જો આ વર્ષમાં ખેલ મહાકુંભ શરૂ થયા પૂર્વે ગત વર્ષની ઇનામની રકમ અને સર્ટીફીકેટ નહીં મળે તો આ વર્ષની ખેલ મહાકુંભની તરણ સ્પર્ધામાં ગાંધી ચિઘ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ છે.

- Advertisement -

યુવક કોંગ્રેસ જામનગર પ્રમુખ ડો. તોસીફખાન પઠાણ, યુવક કોંગ્રેસ ગુજરાત મંત્રી શકિતસિંહ જેઠવા, એનએસયુઆઇ ગુજરાત મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, એનએસયુઆઇ જામનગર પ્રમુખ રવીરાજસિંહ ગોહિલ, કોર્પોરેટર જેનમબેન ખફી સહિતના ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular