Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ મનઘડત રીતે વ્યાજ વસુલતા જામનગર કન્ઝ્યુમર કોર્ટની ફટકાર

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ મનઘડત રીતે વ્યાજ વસુલતા જામનગર કન્ઝ્યુમર કોર્ટની ફટકાર

- Advertisement -

જામનગરની ગિરિરાજ બ્રાસ પ્રોડકટસના નામથી ચાલતી પેઢીના પ્રોપરાઇટર ઉદયભાઇ રજનીકાંત ઠકરારએ 2012ની સાલમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં રૂા. 10,00,000થી સીસી એકાઉન્ટ ખોલાવ્યું હતું. જે એકાઉન્ટ ફરિયાદી વર્ષોથી મેઇન્ટેઇન કરતાં હતાં. જેમાં નક્કી થયેલ ટકાવારી મુજબ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વખતો વખત વ્યાજ વસુલ કરવામાં આવતું હતું. પરંતુ સને 2020થી સને 2022ના સમયગાળા દરમિયાન બેંક દ્વારા પોતાની મનઘડત રીતે ફરિયાદીની જાણની બહાર કોઇપણ જાતના ઇન્ટીમેશન વગર બે વર્ષ દરમિયાન સીસી લોન એકાઉન્ટમાંથી મોટી રકમ વ્યાજ તરીકે વસુલ કરવામાં આવી હતી. જે સામે ફરિયાદીએ બેંકને અનેક વખત રૂબરૂ તથા ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી.

- Advertisement -

બેંક દ્વારા સીજીટીએમએસઇના નામે મનઘડત રીતે મોટી રકમનું વ્યાજ વસુલવામાં આવ્યું હોય, જેથી ફરિયાદીએ જામનગરની જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી. જે ફરિયાદ ગ્રાહક અદાલતમાં ચાલી જતાં ફરિયાદીના વકીલ ધ્વનિશ એમ. જોશીની તમામ દલીલો ધ્યાને લઇ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાને રૂા. 47718.50 વાર્ષિક 7ટકા ફરિયાદની તારીખથી જ્યાં સુધી રકમ ન ચૂકવે ત્યાં સુધી વ્યાજ આપવાનો તથા રૂા. 5000 ફરિયાદીને માનસિક ત્રાસ પેટે તથા ફરિયાદ ખર્ચના રૂા. 2000 ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. આ કેસમાં ગિરીરાજ બ્રાસ પ્રોડકટસની પેઢી તરફે યુવાન ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, ડેનિશા એન. ધ્રુવ, પૂજા એમ. ધ્રુવ, આશિષ પી. ફટાણીયા, ધ્વનિશ એમ. જોશી, અશ્ર્વિન એ સોનગરા તથા આસી. જુનિયા અલ્ફાઝ એ. મુન્દ્રા રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular