જામનગર જિલ્લા કલેકટરને મોડી રાત્રિના સમયે અચાનક હળવો હ્રદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ અને ડીન તથા તબીબો દ્વારા સારવાર આપી આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના કલેકટર બી.એ.શાહને બુધવારની મોડી રાત્રિના સમયે અચાનક હ્રદયરોગનો હુમલો આવતા સારવાર માટે તાત્કાલિક ગુરૂ ગોવિંદસિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ડીન ડો.નંદિનીબેન દેસાઇ, સુપરિટેન્ડેન્ટ ડો. તિવારી તથા અન્ય તબીબો જિલ્લા સમાહર્તાની સારવાર માટે ખડેપગે રહ્યા હતા અને કલેકટરને સારવાર માટે આઇસીયુમાં રાખવામાં આવ્યા હતાં. જો કે, કલેકટરની તબીયત સ્થિર હોવાનું તબીબસૂત્રોમાંથી જાણવા મળે છે.