Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર કોંગ્રેસને ઝટકો, ઉપપ્રમુખે કેસરિયો ખેસ ધારણ કર્યો

જામનગર શહેર કોંગ્રેસને ઝટકો, ઉપપ્રમુખે કેસરિયો ખેસ ધારણ કર્યો

જામનગર સુવર્ણકાર એસોસિએશનના શ્રી સુભાષભાઈ પાલાએ ભાજપનો ખેસ ધારણ કરી લેતાં કોંગ્રેસમાં હડકંપ

- Advertisement -

જામનગર શહેર કોંગ્રેસના ઉપપ્રમુખે ગઈકાલે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું ધરી દઈ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી લેતાં કોંગ્રેસમાં ભારે હડકંપ મચી ગયો છે.

- Advertisement -

જામનગરના સોની સમાજ સુવર્ણકાર સુરક્ષા સેતુ ના આગેવાન સુભાષભાઈ પાલા કે જેઓ જામનગર શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા હતા પરંતુ તેઓએ કોંગ્રેસ પાર્ટી માંથી ગઈકાલે સાંજે એકાએક રાજીનામું આપી દીધું છે.

જેમણે જામનગર ના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર -9 ના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી આર.સી. ફળદુ પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી. શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મંત્રી શ્રી પરમાણંદભાઈ ખટ્ટર, તેમજ 79- વિધાન સભા વિસ્તારના ભાજપના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરી ની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કરી લીધા હતો. જેથી કોંગ્રેસની છાવણીમાં સન્નાટો છવાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular