Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં સીઝનના વરસાદનો કવોટા પૂરો

જામનગર શહેરમાં સીઝનના વરસાદનો કવોટા પૂરો

ચોમાસાના સતાવાર પ્રારંભને માંડ 12 દિવસ થયા છે : સીઝનના 100 ટકાથી વધુ વરસાદમાં બિપરજોય વાવાઝોડાનું 28 ટકા યોગદાન : મેઘરાજાએ આજે સવારે ગઇકાલની કોપી મારી : શું આ વર્ષે રેકોર્ડ સર્જાશે ?

- Advertisement -

જામનગર શહેર પર આ વખતે મેઘરાજા પ્રારંભથી મહેરબાન હોય તેવું જણાઇ રહયું છે. ચોમાસાના સતાવાર પ્રારંભને હજુ તો માંડ 12 દિવસ થયા છે. ત્યાં જામનગર શહેરમાં આખા વર્ષના વરસાદનો કવોટા પૂરો થઇ ગયો છે. અત્યાર સુધીમાં શહેરમાં સીઝનનો 106 ટકા વરસાદ વરસી ગયો છે. જયારે ચોમાસું હજુ આખું બાકી છે. જો કે, સીઝનના 100 ટકા વરસાદમાં વાવાઝોડા બીપરજોયનો પણ 28 ટકા હિસ્સો છે. છેલ્લા પાંચ વર્ષથી જામનગર શહેરમાં સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી રહ્યો છે.

- Advertisement -

જામનગર શહેરમાં ગઇકાલે સવારે 4 કલાકમાં વરસેલા 4 ઇંચ વરસાદની મેઘરાજાએ આજે સવારે કોપી કરી હોય તેમ આજે ફરીથી સવારે 4 કલાકમાં વધુ 4 ઇંચ વરસાદ વરસી જતાં જામનગર શહેરનો સીઝનના કુલ વરસાદનો કવોટા પૂરો થઇ ગયો હતો. શહેરમાં હવે 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂકયો છે.

છેલ્લા 30 વર્ષની વરસાદની સરેરાશ 780 મી.મી. છે. જે સામે આજે શનિવાર બપોરે 12 વાગ્યા સુધીમાં 830 મી.મી. વરસાદ ચૂકયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર શહેર અને જિલ્લામાં હવામાન વિભાગ અનુસાર 27 જૂને ચોમાસાનો સતાવાર રીતે પ્રારંભ થયો હતો. ત્યારથી માત્ર 12 દિવસમાં મેઘરાજાએ જામનગર શહેરને આખી સીઝનનું પાણી આપી દીધું છે.

- Advertisement -

જયારે ચોમાસાની 90 ટકા સીઝન હજુ બાકી છે. ત્યારે શહેરમાં વરસાદનો રેકોર્ડ સર્જાવાની સંભાવનાઓ પણ રહેલી છે. જો કે જામનગર શહેરમાં થયેલા 106 ટકા વરસાદમાં વાવાઝોડા બીપરજોયનું પણ 28 ટકા જેટલું યોગદાન રહેલું છે. વાવાઝોડા દરમ્યાન જામનગર શહેરમાં 10 થી 12 જેટલો વરસાદ વરસ્યો હતો.આમ બીપરજોય વાવાઝોડું પણ જામનગર શહેરને ફળ્યું છે. જો કે, થોડું નુકસાન પહોંચાડયું હતું.

પરંતુ તેની સામે વરસાદી પાણીનો ફાયદો ખૂબ મોટો માનવામાં આવે છે. છેલ્લા બે દિવસમાં જ શહેરમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. જયારે હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular