જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી તેમજ જામનગરની દીકરી આશાબેન નકુમના સન્માનમાં વિશેષ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સમર્થકોએ આશાબેન નકુમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સમારોહ દરમિયાન આશાબેન નકુમના સંગઠનક્ષેત્રે આપેલા યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી અને તેમના માર્ગદર્શન હેઠળ પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભાજપના શહેર તથા જિલ્લા સ્તરના પદાધિકારીઓ, મોરચાના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
View this post on Instagram
આ અવસરે વક્તાઓએ જણાવ્યું હતું કે જામનગરની દીકરી તરીકે આશાબેન નકુમએ ગુજરાત પ્રદેશ સ્તરે મહત્વની જવાબદારી સંભાળી છે, જે સમગ્ર જામનગર માટે ગૌરવની બાબત છે. અંતે સૌએ તેમના ઉજ્જવળ ભવિષ્ય અને સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી હતી.


