જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં રહેતાં શહેર ભાજપાના મહામંત્રીની તરૂણ પુત્રીએ બુધવારે કોઇ કારણસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં રહેતાં ભાજપાના મહામંત્રી વિજયસિંહ જેઠવા (બોબીભાઈ) ની પુત્રી પ્રતિક્ષાબા (ઉ.વ. 17) નામની તરૂણીએ કોઇ કારણસર ગળાફાંસો દ્વારા કરેલા આપઘાતના પગલાંની જાણ થતા પરિવારજનોને તેણીને તાત્કાલિક જી.જી.હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવની જાણ થતા શહેરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) અને શહેરના ભાજપા પ્રમુખ સહિતના આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યાં હતાં. પોલીસે મૃતક તરૂણીના પરિવારજનનું નિવેદન નોંધવાની તજવીજ શરૂ કરી હતી.