તાજેતરમાં ધંધુકા શહેરમાં એક યુવકની હત્યા થઇ હતી. જેના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. જેને ધ્યાને લઇ જામનગર પોલીસ પણ સર્તક થઇ છે. આજરોજ જામનગર સીટી-એ પોલીસ ડિવિઝન ખાતે હિન્દુ-મુસ્લીમ આગેવાનોની શાંતી સમીતીની મીટીંગ યોજાઇ હતી.સીટી-એ ડિવિઝનના પીઆઇ એમ.જે.જલુના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ મીટીંગમાં હિન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.