Friday, January 2, 2026
Homeરાજ્યજામનગરજામનગરના વેપારી સાથે રૂા. 25,13,908ની છેતરપિંડી

જામનગરના વેપારી સાથે રૂા. 25,13,908ની છેતરપિંડી

બ્રાસ સ્ક્રેપનો માલ મંગાવી તેનું પેમેન્ટ ન ચૂકવ્યું : મોરબીની કંપનીના શખ્સ વિરૂઘ્ધ ફરિયાદ

જામનગરના અયોઘ્યાનગરમાં રહેતાં વેપારી સાથે મોરબીના શખ્સે ડિઝિટલ પ્લેટફોર્મ મારફતે સંપર્ક કરી બ્રાસ સ્ક્રેપનો માલ ખરીદવા મામલે રૂપિયા 25,13,908ની છેતરપિંડી આચર્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ મૂળ ભાણવડના ફતેપુર ગામના અને હાલમાં જામનગરના અયોધ્યાનગરમાં, ગોકુલનગર, રામ મંદિર પાસે, શેરી નંબર 9માં રહેતાં વેપારી જગદિશભાઇ રાયદેભાઇ રાવલિયાનો મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ મહાકાલ એન્ટરપ્રાઇઝના કિશન માધાણી દ્વારા ડિઝિટલ પ્લેટફોર્મ મારફતે સંપર્ક કરી ફરિયાદીની પેઢીનો બ્રાસ સ્ક્રેપનો માલ ખરીદવા અને માલ પહોંચે ત્યારે પેમેન્ટ કર્યા બાદ જ માલ ઉપાડવાનું કહી અલગ અલગ બે બિલોમાં રૂા. 25,13,908નો બ્રાસ સ્ક્રેપનો માલ વેંચાણ માટે મંગાવી તેનું પેમેન્ટ ન ચૂકવતાં જગદિશભાઇ દ્વારા છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઇ હતી. પંચકોષી ‘બી’ ડિવિઝનમાં કિશન માધાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular