રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો શનિવારે જન્મદિવસ હતો. ત્યારે ભાજપા દ્વારા મુખ્યમંત્રીના જન્મદિવસની વિશિષ્ટ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરુપે જામનગરમાં પણ જામનગર શહેર કિશાન મોરચા દ્વારા મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે વૃધ્ધાશ્રમમાં વડીલો સાથે ભોજનના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર બિનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મષિભાઇ કટારીયા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, દંડક કેતનભાઇ ગોસરાણી, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બામભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, કિશાન મોરચાના અધ્યક્ષ અશ્ર્વિનભાઇ તાળા, મહામંત્રી ચંદ્રસિંહ વાળા, ગોવિંદભાઇ ભારવાડીયા તેમજ કિશાન મોરચાની મુખ્ય ટીમ, કારોબારી, વોર્ડ ટીમ તથા કિશાન મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.