Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગર40 ડિગ્રીએ શેકાયું જામનગર

40 ડિગ્રીએ શેકાયું જામનગર

સીઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું : સૂર્યનારાયણના રૌદ્ર સ્વરૂપથી શહેરીજનો અકળાઇ ઉઠયા તો બીજી તરફ પશુ- પક્ષીઓની પણ હાલત કફોડી થઇ

- Advertisement -

જામનગર શહેરમાં ગઇકાલે તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જતાં શહેરીજનો સૂર્યનારાયણના આકરા મિજાજથી અકળાઇ ઉઠયા હતા. જામનગરમાં આ વર્ષે ગઇકાલે સીઝનનો સૌથી વધુ ગરમ દિવસ રહ્યો હતો. આકરા તાપને પરિણામે શહેરીજનો પરસેવે રેબઝેબ થયા હતા. હજુ પણ વધુ ગરમીની હવામાન વિભાગની આગાહી હોય શહેરીજનોને વધુ આકરા તાપનો સામનો કરવો પડી શકે છે.

- Advertisement -

જામનગર સહિત સમગ્ર દેશમાં ગરમીનો પારો સતત વધતાં લોકોની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં બે થી ત્રણ દિવસ પૂર્વે કમોસમી વરસાદ થયો હતો. ત્યારબાદ તાપમાનનો પારો ઉચકાતા ચારેબાજુ જાણે આકાશમાંથી અગનવર્ષા થઇ રહી હોય તેઓ શહેરીજનોને અનુભવ થઇ રહ્યો છે. ચૈત્રી દનિયાથી લોકો અકળાઇ ઉઠયા છે. જામનગર શહેરમાં સૂર્યનારાયણના રૌદ્ર સ્વરૂપની શહેરીજનો ઉપર વ્યાપક અસર જોવા મળી હતી. ગઇકાલે જામનગર જાણે અગનગોળામાં ફેરવાયું હોય તેઓ શહેરીજનોને અહેસાસ થયો હતો. ખાસ કરીને બપોરના સમયે આકરા તાપ અને લુ વર્ષાથી શહેરીજનો ખૂબ પરેશાન થયા હતા. જામનગર શહરેમાં સીઝનનું સૌથી ઉચું તાપમાન નોંધાયું હતું. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર જામનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી, લઘુતમ તાપમાન 25.6 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 66 ટકા તથા પવનની ગતિ 7.6 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઇ હતી. જામનગરમાં સૂર્ય નારાયણના આકરા મિજાજ અને લુ વર્ષાથી લોકો જાણે અગન ભઠ્ઠામાં સેકાઇ રહયા હોય તેવી અનુભૂતિ થઇ હતી. ઘરોમાં તથા ઓફિસોમાં લોકોને ફરજિયાત પણે એસી અને કુલરોનો સહારો લેવો પડયો હતો. ખાસ કરીને ગરમીને કારણે બપોરના સમયે લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું હતું. ધોમધખતા તાપને પરિણામે શહેરના મુખ્ય માર્ગો તથા બજારો મોડે સુધી શાંત જોવા મળ્યા હતા.

સૂર્ય નારાયણના આકરા મિજાજ અને રૌદ્ર સ્વરૂપથી ઔદ્યોગિક વસાહતોમાં કામ કરતાં શ્રમિકો તેમજ ખુલ્લા માર્ગો ઉપર ખોદકામ સહિતની મજૂરી કામ કરતાં લોકોની હાલત ચિંતાજનક બની હતી. તો બીજી તરફ આકરા તાપને પરિણામે પશુ પક્ષીઓની હાલત પણ કફોડી બની હતી. પશુઓ આકરા તાપથી બચવા વૃક્ષોના છાંયડાઓનો સહારો લઇ રહયા હતા. તો બીજી તરફ પક્ષી ઘરોમાં પણ પક્ષીઓને ગરમીથી રાહત આપવા માટે પાણીનો છંટકાવ સહિતની તકેદારી દાખવવામાં આવી હતી. ગરમીનું પ્રમાણ વધતાં ઠંડા-પીણાનું વેચાણ અને માંગ વધી હતી. બરફના ગોલા, આઇસ્ક્રીમ, શેરડીનો રસ, ઠંડાપીણા, કોલ્ડ્રીંકસ સહિતની ઠંડી ચીજવસ્તુઓનું લોકો સેવન કરી રહયા હતા. તંત્રો દ્વારા પણ શહેરીજનોને હિટવેવથી બચવા અને તકેદરીના પગલાં અપીલ કરવામાં આવી છે.

- Advertisement -

ગરમીનું પ્રમાણ વધતાં ઝાડા-ઉલ્ટી, તાવ, છાતીમાં દુ:ખાવો સહિતના બનાવો પણ વધ્યા હતા. તાપના પરિણામે લુ લાગવાના બનાવો પણ વધતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. કાળઝાળ ગરમીથી દિવસભર શહેરીજનો પરસેવે રેબઝેબ થતાં પરેશાન થયા હતા. જામનગર શહેરની સાથે-સાથે ધ્રોલ, જોડિયા, જામજોધપુર, લાલપુર સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ આકરા તાપથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ખાસ કરીને ખેતરોમાં કામ કરતાં ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular