જામનગર શહેર જિલ્લામાં કોરોના અજગરી ભરડો લઇ રહ્યો છે અને કોરોના મહામારીનું સંક્રમણ અનેક ગણી ઝડપે વધી રહ્યું છે. છેલ્લાં 48 કલાક દરમિયાન જામનગર શહેરમાં 730 અને ગ્રામ્યના 502 કેસ મળી 1232 કેસ નોંધાયા છે. તો 1347 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જામનગરમાં છેલ્લાં 48 કલાક દરમિયાન 18 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જામનગરમાં બિનસત્તાવાર રીતે કોવિડ થી 150 દર્દીના મોત નિપજ્યા છે.
જામનગરની જી.જી.હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઇનો ધીમે-ધીમે ઘટવા લાગી છે અને વેઇટીંગમાં રહેલા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર અને રાહતરૂપ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ વધતાં પરિસ્થિતિ સતત વણસતી જઇ રહી છે. જામનગર શહેરમાં શનિ- રવિ દરમિયાન 382 અને 348 મળી કુલ 730 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાંથી શનિ-રવિ દરમિયાન 306 અને 308 મળી કુલ 614 દર્દીઓએ કોરોનાને માત આપી હતી તેમજ 6 અને 5 મળી કુલ 11 મોત નિપજ્યા હતાં. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં શનિ-રવિ દરમિયાન 264 અને 238 મળી કુલ 502 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જ્યારે શનિ-રવિ દરમિયાન સાજા થનાર દર્દીઓની સંખ્યા 453 અને 280 મળી કુલ 733 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. જ્યારે 5 અને 2 મળી 48 કલાકમાં 7 દર્દીઓના મોત નિપજ્યાનું તંત્ર દ્વારા જાહેર કરાયું છે.
આમ છેલ્લાં 48 કલાક દરમિયાન શહેર-જિલ્લાની વાત કરીએ તો શનિ-રવિ દરમિયાન પોઝિટિવ કેસોની સંખ્યા 1232 ની છે. તેની સામે સારી બાબત એ છે કે સાજા થનારા દર્દીઓની સંખ્યાનો આંકડો 1347 નો છે. આમ, પોઝિટિવ દર્દીઓ કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તેમજ જામનગર શહેરમાં રવિવાર સુધીમાં 351548 અને ગ્રામ્યમાં 261169 લોકોના કોરોના પરિક્ષણ કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં કુલ 18 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બિનસત્તાવાર રીતે કોવિડ થી 150 દર્દીના મોત નિપજ્યા છે.
જામનગરમાં સાજા થયા 1347 દર્દી અને પોઝિટિવ આવ્યા 1232
48 કલાક દરમિયાન શહેર-ગ્રામ્ય વિસ્તારમાં કુલ 18 મોત : શહેરમાં 730 પોઝિટિવ અને 614 દર્દીએ કોરોનાને માત આપી : ગ્રામ્યમાં 502 દર્દી પોઝિટિવ અને 733 દર્દી સાજા થયા