દિવાળીમાં તહેવાર આવતા જ જામજોધપુર માર્કેટીંગ યાર્ડ ધમધમવા લાગ્યું છે કપાસ મગફળી જેવી જણસીની ધુમ આવક થઈ રહી છે. આજરોજ કપાસના માલની કતાર લાગી છે અને 250 જેટલા ઉભા વાહનની કતાર લાગી હતી અને તહેવારો ટાણે જણસીના ભાવો સારા આવતા ખેડૂતો પણ ખુશખુશાલ થઈ રહ્યા છે. આજરોજ કપાસની 13 હજાર મણ જેટલી આવક થવા પામી છે જેમનો મણનો 1761 ભાવ રહેલ છે. જ્યારે મગફળીનો 1351 જેટલો ભાવ રહેલ છે. આમ જણસીની બમ્પર આવક થતા યાર્ડની જગ્યા ટૂકી પડી હતી.