જામજોધપુરમાં બહુજન સમાજપાર્ટીમાં રાજકીય ભુંકપ સર્જાયો છે. જામજોધપુર તાલુકા પંચાયત પ્રમુખએ બહુજન સમાજપાર્ટી સાથે છેડો ફાડી ભાજપામાં જોડાતાં બહુજન સમાજપાર્ટીમાં સોપો પડી ગયો હતો.
જામજોધપુર તાલુકા પંચાયત પ્રમુખ હંસાબહેન સાકરીયા આજરોજ બહુજન સમાજવાદી પાર્ટીમાંથી રાજીનામુ આપી ટેકેદારો સાથે જિલ્લા ભાજપ આગેવાનોની ઉપસ્થીતીમાં ભાજપમાં જોડાયા હતાં. હંસાબહેન સાકરીયા કોંગ્રસ માંથી તાલુકા પંચાયતની ચૂંટણી લડેલા હતા પ્રમુખપદ મેળવવા બહુજન સમાજવાદીમાં જોડાયા હતાં. ત્યારબાદ હવે ભાજપમાં જોડાયા છે.