જામજોધપુર તાલુકાના સતાપર ગામની સીમમાં આવેલા ખેતરમાં બહારથી માણસો બોલાવી જૂગારનો અખાડો ચલાવતા સ્થળે જામજોધપુર રેઈડ દરમિયાન ત્રણ મહિલા સહિત નવ શખ્સોને રૂા.1,08,000 ની રોકડ રકમ અને મોબાઇલ ફોન તથા બે કાર સહિત કુલ રૂા.15,89,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સતાપર ગામની સીમમાં આવેલી બહાદુર ઉર્ફે ભલો કરશન પરમાર (રહે. સતાપર, જામજોધપુર) અને પ્રતાપસિંહ જયવંતસિંહ ડોડિયા (રહે. ઈન્દ્રા, જિ.જૂનાગઢ) નામના બંનેના કબ્જાના ખેતરમાં બહારથી માણસો બોલાવી જૂગાર રમાડતા હોવાની પો.કો. નવલભાઈ આસાણી, મયુરસિંહ જાડેજા, કૃણાલભાઈ હાલા અને દિલીપસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઈ વાય.જે.વાઘેલા, હેકો રાજેશભાઈ કંડોરીયા, પો.કો. નવલભાઈ આસાણી, કૃણાલભાઈ હાલા, રવિન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, મેઘરાજસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, વિમલભાઈ વૈરૂ, દેવજીભાઈ બાર, મહિલા પો.કો. રિધ્ધીબેન દવે સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન દેવાયત કુંભા આંબલિયા (અંજડાપર, દેવભૂમિ દ્વારકા), રણજીતસિંહ દેવીસિંહ રાઠોડ (જામનગર), હર્ષદ કરશન ડાંગર (માણાવદર, જિ.જૂનાગઢ), ધરમણ ઉકા જીલરીયા (આખાગામ, જિ.જૂનાગઢ), મિલન અશ્ર્વિન ડવ (માણાવદર, જિ.જૂનાગઢ), ઈબ્રાહિમ ઓસ્માણ સાંધ (ટિકર, જિ.જૂનાગઢ) અને ત્રણ મહિલા સહિતના નવ શખ્સોને પોલીસે રૂા.1,08,000 ની રોકડ રકમ અને ગંજીપના રૂા.81000 ની કિંમતના નવ મોબાઇલફોન તથા 14 લાખની કિંમતની બે કાર મળી કુલ રૂા.15,89,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
જામજોધપુર પોલીસે જૂગાર રમાડનાર વાડીના કબ્જેદાર પ્રતાપસિંહ ડોડિયા અને બહાદુર ઉર્ફે ભલો પરમાર નામના બે શખ્સો સહિતના કુલ 11 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.