Friday, December 5, 2025
Homeરાજ્યજામનગર16 કરોડના વિકાસ કામોને મંજુરી આપતી જામ્યુકો સ્ટેન્ડીંગ કમિટી

16 કરોડના વિકાસ કામોને મંજુરી આપતી જામ્યુકો સ્ટેન્ડીંગ કમિટી

સી.સી. રોડ, સી.સી. બ્લોક, સ્ક્રેપ વાહનો વેંચાણ સહિતના કામોને મંજુરી

જામનગર મહાનગર પાલિકાની ગઇકાલે મળેલી સ્ટે.કમિટીની બેઠકમાં કુલ રૂા.16 કરોડ 9 લાખના વિકાસ કામોને મંજુરી આપવામાં આવી હતી. સ્ટે.કમિટિના ચેરમેન નિલેશભાઇ કગથરાના અઘ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં કુલ 11 સભ્યો હાજર રહ્યા હતાં. આ ઉપરાંત મેયર વિનોદભાઇ ખીમસુર્યા, કમિશ્નર ડી.એન. મોદી, ડે.કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, ઇન્ચાર્જ આસી. કમિશ્નર (વ) મુકેશભાઇ વરણવા, ઇન્ચાર્જ આસી. કમિશ્નર (ટે) જીગ્નેશ નિર્મલ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

શહેર ઝોન-2 માં જુદી જુદી ડી.આઈ. પાઈપ લાઈન નાખવાના કામ માટે રૂ. રૂા. 50.51 લાખ, શાંતીવન સોસાયટી અને રામવાડીમાં ડી.આઈ. પાઈપ લાઈન નાખવાના કામ અંગે રૂા. 33.58 લાખ, વોર્ડ નં.4 માં ડ્રીમસીટી (સ્વામીનારાયણનગર) શેરી નં.2, 3, 4, 5 અને 6 માં સી.સી. રોડના કામ અંગે રૂા. 33.05 લાખ, વોર્ડ નં. 3, પટેલવાડી હરી ઓમ ફરસાણ થી કેનાલ સુધી તથા પટેલ કોલોની શેરી નં. 8, રોડ નં. 3 અને 4 ની વચ્ચે ગોકુલ મકાન થી શાંતીસદન મકાન સુધી સી.સી. રોડ બનાવવાના કામે માટે રૂા. 35.56 લાખ, વોર્ડ નં. 7 કૃષ્ણનગર શેરી નં. 4 બીપીનભાઈના ઘરવાળા ચોક થી શીશુ મંદિર સ્કુલ તરફ આનંદ સોસાયટી મેઈન રોડ સુધી સી.સી. રોડના કામ અંગે રૂા. 14.41 લાખ, વોર્ડ નં. 7 કૃષ્ણનગર વિસ્તારમાં મહાકાળી પાનવાળી શેરીમાં સી.સી. રોડના કામ અંગે રૂા. 12.94 લાખ, વોર્ડ નં. 7 કૃષ્ણનગર વિસ્તારમાં કોળી બોડીંગ થી વિજય મંડપ સર્વિસ સુધી શેરીમાં સી.સી. રોડના કામ અંગે રૂા. 13.76 લાખ, સીવીલ સાઉથ ઝોન (વોર્ડ નં. 8) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગટ સી.સી. રોડ /સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂ. 200 લાખ, સીવીલ ઇસ્ટ ઝોન (વોર્ડ નં. 10,11 અને 12) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના વાર્ષિક રેઇટ કોન્ટ્રાકટ અંગે રૂા. 20 લાખ ના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.

શીફટીંગ એન્ડ ઈલેકટ્રીર્ફીકેશન વર્ક એટ રણમલ લેઈક પેરીફરી એન્ડ લાખોટા કોઠા મ્યુઝીયમ સરાઉન્ડીંગ એટ જામનગરના કામ અંગે કમિશ્નરની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી. ’કેચ ધ રેઈન’ પ્રોગ્રામ અંતર્ગત જામનગર મહાનગર પાલિકાની અલગ-અલગ મિલકતો, ગાર્ડન/પાર્ક, ઓફીસો વિગેરેમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ અંગેની કામગીરી અંગે કમિશ્નરની દરખાસ્ત પણ પેન્ડીંગ રાખવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ એન્ડ પ્લાનીંગ શાખા હસ્તકના સ્ક્રેપ વાહનો વેંચાણ કરવાના કામ અંગે ની દરખાસ્તને મંજૂરી આપતા રૂા. 31.50 લાખ ની આવક થશે. જામનગર મનપાની હદમાં આવેલ નવી સોસાયટીઓ ખાતે સ્ટ્રીટ લાઈટ ખરીદી તથા ઓપરેશન મેઈન્ટેનન્સના કામ રૂા. 292.51 લાખ, જામનગર શહેર નોર્થ ઝોન (વોર્ડ નં.1, 2, 3, 4 અને 5) માં ભુગર્ભ ગટરની ફરીયાદો આધારીત સફાઈ કામગીરી અને સફાઈ મશીનોની કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી સને 2025-26 માટેના કામ માટે રૂા.146.34 લાખ, જામનગર શહેર વેસ્ટ ઝોન (વોર્ડ નં.6, 7 અને 8) માં ભુગર્ભ ગટરની ફરીયાદો આધારીત સફાઈ કામગીરી અને સફાઈ મશીનોની કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી માટે વાર્ષિક ખર્ચ પેટે રૂા. 126.75 લાખ, જામનગર શહેર ઈસ્ટ ઝોન (વોર્ડ નં.9, 10, 11 અને 12) માં ભુગર્ભ ગટરની ફરીયાદો આધારીત સફાઈ કામગીરી અને સફાઈ મશીનોની કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી માટે વાર્ષિક ખર્ચ પેટે રૂા. 173.01 લાખ, જામનગર શહેર સાઉથ ઝોન (વોર્ડ નં.13, 14, 15 અને 16) માં ભુગર્ભ ગટરની ફરીયાદો આધારીત સફાઈ કામગીરી અને સફાઈ મશીનોની કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી માટે વાર્ષિક ખર્ચ પેટે રૂા. 149.05 લાખ કોમ્પ્રીહેન્સિવ ઓપરેશન, મેઈન્ટેનન્સ એન્ડ રીપેરીંગ ઓફ ઈલેક્ટ્રો-મિકેનિકલ વર્કસ ઓફ ઓલ પમ્પિંગ મશીનરી/ઈકિવપમેન્ટસ એન્ડ સિવિલ વર્કસ ઓફ સિટિ પાંચ સિવેજ પમ્પિંગ સ્ટેશન ઈલુડિંગ પ્રોપર પમ્પિંગ ઓફ સિવેજ રાઉન્ડ ધી કલોક એન્ડ મેઈન્ટેનન્સ ઓફ રેકોડર્સ કંપલીટ ફોર 12 માસના કામ અંગે રૂ. 153.91 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. ઓડીટ શાખાના 4 કર્મચારીઓના ચાર્જ એલાઉન્સ મંજુર કરવા અંગે ચીફ ઓડીટરની રજુ થયેલ દરખાસ્ત મંજૂર કરી ધોરણસર ચાર્જ એલાઉન્સ ચુકવવાનું મંજુર કરાયું હતું.

- Advertisement -

કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારી ઓને મહેનતાણાંમાં વધારો કરવા અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે દરખાસ્તની વિગતે પગાર વધારો મંજુર કરાયો હતો. અધિકારી/કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવા અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત ને ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનો નિર્ણય લેવાયો હતો. જામનગર મહાનગરપાલિકા જનરલ બોર્ડ ઠરાવ નં. 45, તા. 25/01/2024 ના સેટઅપમાં સુધારા અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત. દરખાસ્તની વિગતે ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરાયું હતું. ફૂડ શાખામાં સિનિયર ફુડ સેફટી ઓફીસર અને ડેઝિગ્નેટેડ ઓફીસર ની પોસ્ટ ઉભી કરવા અંગે ની કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરવામાં આવ્યું હતું સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદાર કાંતીભાઈ સીદીભાઈને પેરાલીસીસની બિમારી સબબ આર્થિક સહાય મળવા અંગે કમિશ્નરની દરખાસ્ત અન્વયે રૂા. 25,000 ની મર્યાદામાં આર્થિક સહાય ચુકવવાનું મંજુર કરાયું હતું.

સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદાર જમનાબેન સામજીભાઈને હૃદયની બિમારી સબબ આર્થિક સહાય મળવા અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત રૂ. 1,24,000 ની મર્યાદામાં આર્થિક સહાય ચુકવવાનું મંજુર કરાયું હતું. કોમ્પેહેન્સીવ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટ ફોર મિડીયમ લાઈટ એન્ડ હેવી કોમર્શીયલ વ્હીકલ ફોર 3 યર્સ એઝ પર ટેન્ડર ટર્મ એન્ડ કંડીશનના કામ અંગે કમિશ્નરની દરખાસ્ત રી-ટેન્ડર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રાઈવેટ સોસાયટી સ્કીમ’ હેઠળ સફાઈ કામદારો/ખર્ચ અંગે રૂ.. 4.32 લાખનું ખર્ચ મંજૂર કરાયું હતું.

- Advertisement -

આ ઉપરાંત એક દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજૂ થવા પામી હતી જેમાં વોર્ડ નં. 15, મયુર ટાઉનશીપ વિસ્તાર. માં આંતરિક શેરીઓમાં સી.સી. રોડના કામ માટે રૂા. 148.65 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આમ આજની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક માં કુલ રૂ. 16 કરોડ 09 લાખના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular