જામનગર શહેર ધર્મની નગરી તરીકે પ્રખ્યાત છે. જ્યાં જૈન સમાજમાંથી ઘણા વિદ્વાન પુત્રોને જન્મ આપ્યા છે. જેમાંથી દિપરત્નસાગરજી મ.સા. જામનગરના છે. શહેરના દેવબાગ જૈન સંઘની પૂર્ણઅમિદ્રષ્ટિ પ્રાપ્ત થઇ રહી છે. તેમણે એક હજાર કરતાં વધુ સાધુ-સાધ્વીને ગચ્છાધિપતિની પદવી અનુદાન કરી છે. ઉપરાંત 700 પુસ્તકો પ્રકાશિત કર્યા છે તથા અનેકવિધ ભાષાનું જ્ઞાન ધરાવે છે. તેમને જૈનોની ‘શ્રુતસ્થવિર’ની પદવી એનાયતનો કાર્યક્રમ તા. 26 જાન્યુઆરીના રોજ યોજાયો છે.
જામનગરના પનોતા પુત્ર વિશાશ્રી માળી તપગચ્છ જ્ઞાતિના ગૌરવસમા અને દેવબાગ જૈન સંઘની પૂર્ણ અમિદ્રષ્ટિ પ્રાપ્ત એવા તથા આગામ દિવાકરના બિરૂદ પામેલા જૈનમુનિ ડો. દિપરત્નસાગરજી મ.સા.ને 1000 કરતાં વધુ સાધુ-સાધ્વીના ગચ્છનાયક આચાર્ય દોલતસાગરસુરિશ્ર્વરજીના આર્શિવાદ અને અનુજ્ઞાની આગામી તા. 26 જાન્યુઆરીના રોજ આચાર્ય સમકક્ષ ‘શ્રુતસ્થવિર’ની પદવી આપવાનો કાર્યક્રમ યોજાયો છે.
તા. 26 જાન્યુઆરી-2023ના રોજ વસંત પંચમીના પવિત્ર દિવસે સવારે 7:30 વાગ્યે આ સમારંભ પોપટલાલ ધારશીભાઇ વિદ્યાર્થી ભવન, લાલબંગલા પાસે જામનગરમાં ઉજવાશે. આ પદવી પ્રસંગ માટે સ્થિત પૂ. પદસ્થ સાધુ ભગવંતોની નિશ્રામાં પ્રાપ્ત થશે. જૈનમુનિ દિપરત્નસાગરજી મ.સા. દ્વારા પ્રકાશિત 700 પુસ્તકો, તેમનું પાંચ ભાષાનું જ્ઞાન, અનેરી શ્રુતભક્તિ દેશ-વિદેશ સુધી ફેલાયેલ છે. જૈનશાસ્ત્રનું જ્ઞાન, ડેટાબેઝના લેઇટેસ્ટ જ્ઞાન વડે તેઓને ઓનલાઇન તૈયાર કરેલ ‘સર્ચેબલ આગમ’ વગેરે અનેક સિધ્ધિ બદલ તેમને સાધુ સમુદાય દ્વારા સૌપ્રથમ વખત ‘શ્રુતસ્થવિર’ની પદવી આપવામાં આવનાર છે. આ રીતે પ્રાચીન જૈન સ્થવિર પ્રથાને પુન:ર્જીવિત કરાઇ છે. આ સમારંભને સફળ બનાવવા માટે નિલેશભાઇ શાહ, દેવબાગ જૈન સંઘ સ્ટાફ, હિતેશભાઇ વગેરે કાર્યકર્તાઓ અથાગ પરિશ્રમ કરી રહ્યાં છે.